શોએબ અખ્તર પણ થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે…
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી બધાને આંચકો લાગ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો તેમની મૃત્યુ અંગે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ ઘણા લોકોએ ભત્રીજાવાદ અને સલમાન ખાનને પણ જવાબદાર ગણાવ્યો છે.
જોકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર સલમાન ખાનના બચાવમાં આવ્યા છે. અખ્તરનું કહેવું છે કે સુશાંતના મોત માટે સલમાન ખાનને દોષી ઠેરવું યોગ્ય નથી.
શોએબ અખ્તરે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી મને પન આચકો લાગ્યો છે. હું ખૂબ જ ઉદાસી અનુભવું છું પરંતુ આ માટે સલમાન ખાનને દોષી ઠેરવું યોગ્ય નથી. ચાહકોએ આ ન કરવું જોઈએ.
આ અગાઉ શોએબ અખ્તરે સુશાંત સિંહ રાજપૂત સાથેની મુલાકાતને યાદ કરી હતી. ફાસ્ટ બોલરે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત સાથે વાત કરી ન શક્યાનો મને દુખ છે. હું સુશાંત સિંહને 2016 માં મુંબઇ એરપોર્ટ પર મળ્યો હતો. તેણે મારી સામે માથું ટેકવ્યું હતું. પણ મેં સુશાંત સિંહમાં વિશ્વાસનો અભાવ જોયો હતો”.
અખ્તરે કહ્યું હતું કે, જો તેમને સુશાંત સિંહ રાજપૂત સાથે વાત કરવાની તક મળત, તો તે તેની સાથે તેમના જીવનના અનુભવો શેર કરતો. જણાવી દઈએ કે શોએબ અખ્તર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે સતત ભારત સાથે તેમનો કનેક્શન શોધી રહ્યો છે.
આ પહેલા શોએબ અખ્તરે કહ્યું હતું કે, જો તેના પર બાયોપિક બનાવવામાં આવે તો તે સલમાન ખાનને તેમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા માંગે છે. એટલું જ નહીં, શોએબ અખ્તર પણ થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે.