વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથના નામે એક અનિચ્છનીય શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં સ્ટીવ સ્મિથ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે તેની ટીમના બાકીના બેટ્સમેનોએ ઓછામાં ઓછા 10 રન બનાવ્યા હતા.
આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ સ્મિથ સસ્તામાં આઉટ થયો હતો. બીજી મેચમાં બેટિંગ કરી ન હતી.
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ બેટ્સમેન ખાતું ખોલ્યા વિના પેવેલિયનમાં પાછો ફર્યો હોય, જ્યારે બાકીના બેટ્સમેન ઓછામાં ઓછા બે આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા હોય. ઓસ્ટ્રેલિયાના 10 બેટ્સમેનોએ ઓછામાં ઓછા 10-10 રન બનાવ્યા, પરંતુ સ્ટીવ સ્મિથ 3 બોલમાં ખાતું પણ ખોલી શક્યો નહીં. તે વિપક્ષી ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.