ભારતીય ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને પાંચ મેચોની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 399 રનનો ટાર્ગેટ હતો પરંતુ ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે મેચ જીતી લીધી.
ભારતની આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના વર્તુળમાં પણ ઉથલપાથલ મચી ગઈ છે.
વિશાખાપટ્ટનમમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સ્ટેન્ડિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમ ટેબલ-ટોપર ઓસ્ટ્રેલિયાથી પાછળ છે. હૈદરાબાદમાં ઓપનિંગ ટેસ્ટમાં મળેલી હારને કારણે ભારત બીજા સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને આવી ગયું હતું પરંતુ ફરીથી ટીમ ઈન્ડિયા બીજા સ્થાને આવી ગઈ છે.
આ જીત બાદ ભારતીય ટીમના પોઈન્ટ્સની ટકાવારી વધીને 52.77 થઈ ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 55 ગુણની ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. આ વખતે ઘણી ટીમો ફાઈનલની રેસમાં છે અને ટેબલમાં પાંચ ટીમો વચ્ચે પોઈન્ટ ટકાવારીમાં માત્ર 5% તફાવત છે. દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો 50 પોઈન્ટ ટકાવારી સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.
India make a rapid ascent in the #WTC25 standings following a stellar victory in the second #INDvENG Test 📈https://t.co/qg838VTo0p
— ICC (@ICC) February 5, 2024