PVR INOX એ ભારતમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ના જીવંત પ્રસારણ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે જોડાણ કર્યું છે. આ કરાર હેઠળ, 1 થી 29 જૂન દરમિયાન દેશભરના 45 થી વધુ શહેરોમાં 121 થી વધુ થિયેટરોમાં ઓલ ઈન્ડિયા લિ5 મેચ, સુપર 8, સેમી ફાઈનલ અને ફાઈનલનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ટીમો હાલમાં વોર્મ-અપ મેચ રમી રહી છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારત ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સામે તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ પણ રમશે. જો કે અહેવાલો સામે આવ્યા છે કે ભારતનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ પ્રેક્ટિસ મેચ નહીં રમે. ખરેખર, તે ટીમમાં મોડો જોડાયો હતો. 30 મેની રાત્રે વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે રમીને ICC T20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે.
ત્યારબાદ 12 જૂને ભારતીય ટીમનો સામનો અમેરિકા સાથે થશે, જ્યારે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા 15 જૂને કેનેડા સામે રમશે. IPL 2024ની સમાપ્તિ બાદ ટીમ ઈન્ડિયા અમેરિકા પહોંચી ગઈ છે અને તેની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
