
વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ટી-20 વર્લ્ડ કપ 2021 પછી ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. તેની જાહેરાત બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે વર્લ્ડ કપ બાદ કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2021 રમશે, જે ટી-20 કેપ્ટન તરીકે ભારત માટે તેની છેલ્લી આઇસીસી ઇવેન્ટ હશે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કેપ્ટનશિપની વાત કરીએ તો તેની અત્યાર સુધીની સફર ખૂબ જ શાનદાર રહી છે અને ટીમ ઈન્ડિયાએ તેના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોહલીએ અત્યાર સુધી ભારતીય કેપ્ટન તરીકે 45 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાંથી તેણે 27 મેચ જીતી છે અને 14 મેચ હારી છે. આમાંથી 2 મેચ ટાઈ છે અને 2 મેચોનું પરિણામ આવ્યું નથી. તેની જીતની ટકાવારી 65.11 છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ભારતમાં ક્યારેય કોઈ ટી-20 શ્રેણી ગુમાવી નથી.
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ વિદેશમાં 7 ટી -20 શ્રેણી જીતી હતી. વર્ષ 2017માં કેપ્ટન બન્યા પછી, તેણે શ્રીલંકા સામે ટી 20 શ્રેણી જીતી, જ્યારે 2020માં તેણે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ટી-20 શ્રેણી જીતી.
વિરાટની કેપ્ટનશીપ હેઠળ વિદેશી ધરતી પર ટી 20 શ્રેણીમાં ભારતની જીત-
2017 – શ્રીલંકા શ્રીલંકા
2018 – દક્ષિણ આફ્રિકા
2018 – આયર્લેન્ડ
2018 – ઇંગ્લેન્ડ
2019 – વેસ્ટ ઇન્ડીઝ
2020 – ન્યુઝીલેન્ડ
2020 – ઓસ્ટ્રેલિયા
