ઇંગ્લેન્ડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના યુવા ઓલરાઉન્ડર Jacob Bethell ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેના ક્રિકેટ પ્રદર્શનને કારણે નહીં પરંતુ તેની અંગત જિંદગીને લઈને. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી જેકબ બેથેલ અને મુંબઈની મેકઅપ આર્ટિસ્ટ અંકિતાના સંબંધોને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, અંકિતા મુંબઈમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે અને સોશિયલ મીડિયા પર પણ સારી લોકપ્રિયતા ધરાવે છે. બંનેને લગતી કેટલીક તસવીરો અને પોસ્ટ્સ વાયરલ થયા બાદ ચાહકોમાં તેની વચ્ચેના સંબંધોને લઈને ઉત્સુકતા વધી છે. જોકે, હજુ સુધી જેકબ બેથેલ અથવા અંકિતાએ તેના સંબંધ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
22 વર્ષીય જેકબ બેથેલ હાલ ઇંગ્લેન્ડ ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાં ગણાય છે. બાર્બાડોસમાં જન્મેલા બેથેલે ઇંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં પોતાની છાપ છોડી છે અને IPLમાં RCB તરફથી પણ રમ્યા છે. તેની આક્રમક બેટિંગ અને ઉપયોગી સ્પિન બોલિંગને કારણે તેઓ ઝડપથી લોકપ્રિય બન્યા છે.
રસપ્રદ વાત એ છે કે અગાઉ બેથેલ પોતાની અંગત જિંદગીને લઈને ખૂબ જ ખાનગી સ્વભાવના માનવામાં આવતા હતા. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કોઈ સંબંધ અંગે ખાસ માહિતી જોવા મળતી નહોતી. આ કારણે અંકિતા સાથે તેનું નામ જોડાતા ચાહકોમાં વધુ ચર્ચા શરૂ થઈ છે.
હાલમાં બંને વચ્ચેના સંબંધોની ચર્ચાઓ માત્ર અફવાઓના સ્તરે છે અને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. છતાં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ક્રિકેટ ચાહકો અને RCB સમર્થકો વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. હવે ચાહકોને રાહ રહેશે કે જેકબ બેથેલ અથવા અંકિતા આ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.
No way Jacob Bethell is dating an Indian girl named Ankita, who’s a celebrity makeup artist in Mumbai!😭
The 22-year-old England all-rounder, who’s been killing it for RCB in the IPL and recently dropped fireworks in the T20 World Cup, was seen sharing cozy moments with Ankita.… pic.twitter.com/xKlT5kLg1u
— Warlock Hindu (@WarlockHindu) June 20, 2026
