IPL 2027ની તૈયારી વચ્ચે એક મોટા ખેલાડી ટ્રેડની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. અહેવાલો મુજબ, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન Rishabh Pant ફરી એકવાર Delhi Capitalsમાં પરત ફરવા જઈ રહ્યા છે, જ્યારે સ્ટાર ચાઈનામેન સ્પિનર Kuldeep Yadavનો માર્ગ Lucknow Super Giants તરફ ખુલતો દેખાઈ રહ્યો છે. બંને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ટ્રેડ અંગે સહમતી થઈ ગઈ હોવાનું વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
ઋષભ પંતે પોતાની IPL કારકિર્દીની શરૂઆત દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે કરી હતી અને લાંબા સમય સુધી ટીમના મુખ્ય ખેલાડી તેમજ કેપ્ટન રહ્યા હતા. જોકે 2025ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને IPL ઇતિહાસની સૌથી મોંઘી બોલી સાથે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. પરંતુ લખનૌ માટે તેમનો કાર્યકાળ અપેક્ષા મુજબ સફળ રહ્યો નહોતો. IPL 2026માં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું અને ત્યારબાદ પંતે કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
હવે મળતી માહિતી મુજબ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં જોડાવા તૈયાર છે. આ ટ્રેડ હેઠળ કુલદીપ યાદવ લખનૌ ટીમમાં સામેલ થશે. કુલદીપ હાલમાં દિલ્હીના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંના એક માનવામાં આવે છે અને તેની વિદાય ટીમ માટે મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.
અહેવાલો અનુસાર, આ સોદાની કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓ હજુ બાકી છે અને તેને ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI)ની મંજૂરી મળવાની બાકી છે. જો ટ્રેડને સત્તાવાર મંજૂરી મળી જશે તો IPL 2027 પહેલાંનો આ સૌથી ચર્ચાસ્પદ ખેલાડી બદલાવ બની શકે છે.
પંતની ઘરવાપસી દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે ખુશખબર સમાન છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ કુલદીપ યાદવના અનુભવથી પોતાની બોલિંગ વધુ મજબૂત બનાવવાની આશા રાખશે.
JUST IN 🚨
Cricbuzz reliably understands that Rishabh Pant is set to return to Delhi Capitals
DC have already initiated a trade with Lucknow Super Giants
Pant is likely to take a substantial pay cut as part of the move
Unlikely that Pant will captain DC pic.twitter.com/4RODbeDMkz
— Cricbuzz (@cricbuzz) June 19, 2026
