
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે પણ આ અંગે નિવેદન આપ્યું છે…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 18 જૂનથી સાઉથહામ્ટનના ગ્રાઉન્ડમાં શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમ માટે ટીમની પસંદગી સૌથી મોટી સમસ્યા હશે.
ઇંગ્લેન્ડની પિચ ઝડપી બોલરો માટે મદદરૂપ છે અને ભારતીય ટીમમાં આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજામાં બે મોટા સ્પિનરો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમ આટલી મોટી મેચમાં બે સ્પિનરો સાથે જશે કે કેમ.
ત્યારે એવામાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે આ અંતિમ મેચમાં બંને સ્પિનરોને સ્થાન આપવું જોઈએ. વોર્નરે રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચમાં તેને ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા જોઈએ.
ડેવિડ વોર્નરે સ્પોર્ટ્સ ટુડે સાથે વાત કરતા કહ્યું, “જાડેજા સમય સમય પછી ડાબી બાજુના બોલરો સામે ખૂબ જ સારી બોલિંગ કરી ચૂક્યો છે. જો પિચ પર એક નાનો ફુટમાર્ક હોય અથવા રોટલાનું કદ જેટલું પણ હોઈ તો તે જાડેજા માટે લોટરી છે. જાડેજ એ જગ્યા પર લગાતાર બોલિંગ કરી શકે છે.”
આ સિવાય ટીમના સ્ટાર સ્પિનર આર અશ્વિન પણ ફાઈનલ મેચ માટે ખૂબ ઉત્સાહિત છે. બીસીસીઆઈ વેબસાઇટ પર વીડિયો વાતચીત દરમિયાન તેણે કહ્યું છે કે ટીમે તટસ્થ સ્થળે ક્યારેય કોઈ ટેસ્ટ મેચ રમી નથી અને તે ખૂબ જ રસપ્રદ બનશે.
