IPL 2026માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ચર્ચામાં આવેલા યુવા બેટ્સમેન Vaibhav Sooryavanshi ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ વખતે કારણ તેના બેટથી નહીં પરંતુ એક વાયરલ પોસ્ટ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે Nita Ambaniએ તેને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવા વિશાળ ઓફર આપી છે.
વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૈભવ સૂર્યવંશીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ કરવા માટે 30 કરોડ રૂપિયા, મુંબઈના એન્ટિલિયામાં ફ્લેટ અને માલદીવમાં એક પ્રાઇવેટ આઇલેન્ડ ઓફર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેના માતા-પિતાને બ્લેન્ક ચેક આપવાની પણ વાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. આ પોસ્ટ ઝડપથી વાયરલ થતા ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર મામલે IPLના પૂર્વ કમિશનર Lalit Modiએ કડક પ્રતિક્રિયા આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે આ તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને બિનઆધારભૂત છે. લલિત મોદીએ સ્પષ્ટ કર્યું કે IPLમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝી સીધા પૈસા અથવા ભેટ આપીને ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરી શકતી નથી.
તેણે વધુમાં કહ્યું કે જો કોઈ ખેલાડીને બીજી ટીમમાં જવું હોય તો તે માટે સત્તાવાર ટ્રેડિંગ પ્રક્રિયા અથવા ઓક્શનમાંથી પસાર થવું જરૂરી છે. IPL કડક નિયમો હેઠળ ચાલતી લીગ છે અને તેમાં ગોપનીય ડીલ્સ અથવા અંદરની સેટિંગ માટે કોઈ સ્થાન નથી. લલિત મોદીએ કહ્યું કે વૈભવ ભવિષ્યમાં વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટરોમાં સામેલ થઈ શકે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ વાતો માત્ર ફેક ન્યૂઝ છે.
🚨🚨BIG BREAKING 🚨🚨
– Mumbai Indians owner Nita Ambani has offered Vaibhav Suryavanshi ₹30 Crore to play for MI.
– She also offered him a flat in Antilia and a private Island in Maldives.
– A blank cheque is also offered to his parents to make Vaibhav move to MI.
– Vaibhav… pic.twitter.com/LKFsDohUNi— Ishan Ghosh¹⁷🇮🇳 (@PantVerse) May 27, 2026
