
ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા દ્વારા પણ તેની પ્રશંસા કરવામાં આવી હતી…
આરસીબીના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે તેની ટીમ માટે રમેલી છેલ્લી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી અને જોસ બટલર અને ડેવિડ મિલર જેવા બેટ્સમેનને આઉટ કરીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. આ મેચમાં આરસીબીએ રાજસ્થાનને 10 વિકેટથી હરાવી અને આ સિઝનમાં સતત ચોથી જીત નોંધાવી છે. મો. મેચમાં સિરાજની બોલિંગની સારી પ્રશંસા કરવામાં આવી હતી અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા દ્વારા પણ તેની પ્રશંસા કરવામાં આવી હતી.
આશિષ નેહરાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિના થી જો તમે સિરાજના અભિનય પર નજર નાખો તો તેણે વધુ સારું પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા દર્શાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં તેણે બતાવ્યું કે, તેની પાસે કેવા પ્રકારની પ્રતિભા છે અને તે શું કરી શકે છે, તે જ સાથે તે આઈપીએલ 2021 માં પણ શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળે છે.
નેહરાએ કહ્યું કે, તેની બોલિંગ કુશળતા કોઈપણ બોલર કરતા વધારે છે અને હું માનું છું કે તેની પાસે જસપ્રિત બુમરાહ કરતા બોલિંગની આવડત વધારે છે. જસપ્રિત બુમરાહ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંના એક છે પરંતુ સિરાજે પણ પોતાને સાબિત કરી દીધા છે અને ટી 20 માં તેની બોલિંગ કૌશલ બુમરાહ કરતા વધુ દેખાઈ રહી છે.
જસપ્રિત બુમરાહ હાલમાં આઈપીએલ 2021માં રમી રહ્યો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, જ્યારે મો. સિરાજ તેની બોલિંગથી આરસીબી માટે જીતનો માર્ગ સરળ કરી રહ્યો છે. બુરાહ સાથે સિરાજનો બહુ અનુભવ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેણે જે પ્રકારની બોલિંગ કરી છે
