IPL 2026 દરમિયાન BCCIએ વધુ એક કડક નિર્ણય લીધો છે. હવે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ ઓફિશિયલ્સ માટે સ્માર્ટ સનગ્લાસિસનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. BCCIની એન્ટી કરપ્શન યુનિટ (ACSU)એ તમામ IPL ફ્રેન્ચાઇઝીઓને આ અંગે સત્તાવાર એડવાઇઝરી મોકલી છે.
રિપોર્ટ મુજબ આજકાલ કેટલાક સ્માર્ટ ચશ્મા એવા આવે છે જેમાં લાઇવ સ્ટ્રીમિંગ, ઓડિયો-વિડિયો કોલિંગ અને Wi-Fi અથવા મોબાઇલ ડેટા દ્વારા માહિતી ટ્રાન્સફર કરવાની સુવિધા હોય છે. BCCIને આશંકા છે કે આવા ડિવાઇસનો ઉપયોગ PMOA (Players and Match Officials Area)માં સુરક્ષા માટે જોખમ બની શકે છે અને મેચ ફિક્સિંગ અથવા ગેરકાયદેસર માહિતી વહેંચાણ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે.
ACSUએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેલાડી અથવા અધિકારી આ નિયમનો ભંગ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં IPLમાં નિયમ ભંગની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે BCCI હવે વધુ સતર્ક બન્યું છે.
આ પહેલાં પણ BCCIએ ટીમ હોટેલોમાં અનધિકૃત પ્રવેશ, ડ્રેસિંગ રૂમમાં મોબાઇલનો ઉપયોગ, વ્લોગિંગ અને સોશિયલ મીડિયા માટે મેદાનમાં વીડિયો બનાવવાના મુદ્દે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેટલાક ખેલાડીઓ અને પૂર્વ ક્રિકેટરોને ચેતવણી પણ આપવામાં આવી હતી.
BCCIનું માનવું છે કે IPL જેવી મોટી ટૂર્નામેન્ટની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે ટેક્નોલોજીના દુરુપયોગને રોકવું ખૂબ જરૂરી છે. તેથી હવે સ્માર્ટ ગેજેટ્સ પર ખાસ નજર રાખવામાં આવશે.
The BCCI’s Anti Corruption and Security Unit has banned the use of any ‘smart goggles’ or ‘smart sunglasses’
They have been classified as ‘Audio/Video recording’ and ‘Communication device’
Hence, possession or usage of such devices is strictly prohibited in the PMAO area… pic.twitter.com/RLnPdcAHAz
— Cricbuzz (@cricbuzz) May 29, 2026
