
ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલને નવી IPL ટીમ લખનઉનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે રાહુલ IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે કારણ કે રાહુલને લખનૌ ફ્રેન્ચાઇઝીએ 17 કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે.
રાહુલ સિવાય લખનૌએ અનકેપ્ડ ભારતીય ખેલાડી રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને 9.2 કરોડ રૂપિયા આપ્યા છે.
IPL 2022માં લખનૌની ટીમની કમાન હવે રાહુલના હાથમાં રહેશે, જેણે 2020 અને 2021ની IPLમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી છે. રાહુલે IPLની છેલ્લી સતત 4 સિઝનમાં 575 પ્લસ સ્કોર બનાવ્યા છે. 2020 માં, તેણે 14 મેચોમાં 55.83 ની સરેરાશથી પાંચ અડધી સદી અને એક સદીની મદદથી 670 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતી. 2021માં રાહુલના બેટમાંથી 626 રન આવ્યા હતા.
IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેના પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા (રૂ.16 કરોડ) અને દિલ્હી કેપિટલ્સના રિષભ પંત (રૂ.16 કરોડ) IPL 2022ના મોંઘા ખેલાડીઓની યાદીમાં હતા. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડીને આવેલા વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.
IPLના બીજા નવા અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયામાં સામેલ કર્યા છે. હાર્દિકને અમદાવાદની ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
