જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. 226 રનની મોટી લક્ષ્યાંકનો સફળ પીછો કરતા દિલ્હી કેપિટલ્સે IPL ઇતિહાસની પોતાની સૌથી મોટી જીત નોંધાવી।
આ જીત બાદ ટીમના મુખ્ય કોચ હેમંગ બદાની એ આ વિજયને ટીમના બે યુવા ફેન્સ—યજ્ઞ ભાટિયા અને અભવ ભાટિયા—ને સમર્પિત કર્યો।
બંને ભાઈઓ 27 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મેચ જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક હિટ-એન્ડ-રન અકસ્માતમાં તેમનું દુઃખદ નિધન થયું હતું તેઓ દિલ્હી કેપિટલ્સના ખૂબ જ મોટા ચાહકો હતા .
મેચ પછી શેર કરાયેલા એક વિડિયોમાં બદાનીએ કહ્યું,
આ જીત તે બે છોકરાઓ માટે છે, જે હવે અમારી વચ્ચે નથી તેઓ અમારા ટીમના સચ્ચા ફેન્સ હતા અને આ જીત તેમને સમર્પિત છે .
ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને સંબોધતા તેમણે સૌને આ બંને ફેન્સને યાદ રાખવા અપીલ કરી.
ટીમના કપ્તાન અક્ષર પટેલ એ પણ શોક વ્યક્ત કરતાં કહ્યું,
અમારા ફેન્સ સાથે બનેલી આ દુર્ઘટનાથી અમે ખૂબ દુઃખી છીએ। આ જીત અમે તેમને સમર્પિત કરીએ છીએ તેઓ અમારી DC ફેમિલીનો ભાગ હતા.
View this post on Instagram
