ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં સતત ત્રણ શૂન્ય ફટકારનાર સૂર્યકુમાર યાદવ માટે આઈપીએલની આ સીઝન ઘણી મહત્વની બની રહી છે. છેલ્લી કેટલીક આંતરરાષ્ટ્રીય મેચો સૂર્યા માટે દુઃસ્વપ્ન કરતાં ઓછી રહી નથી અને તે ફરી એકવાર ચાહકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે પ્રયત્ન કરશે. જો સૂર્યાનું બેટ કામ કરશે તો આ IPLમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ સફળ થશે.
જોકે, આઈપીએલની શરૂઆત પહેલા સૂર્યા કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. મુંબઈ ઈન્ડિયન્સે તેનો એક ફની વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના હોટલના રૂમનો પાસવર્ડ ભૂલી જાય છે અને ઘણી વખત પ્રયાસ કર્યા બાદ છેલ્લા પ્રયાસમાં તે સાચો પાસવર્ડ નાખીને રૂમમાં પ્રવેશ કરે છે. સૂર્યાનો આ ફની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં સૂર્ય મેદાનની બહાર રાજ કરી રહ્યો છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ઈચ્છે છે કે સૂર્ય મેદાનની અંદર પણ પોતાનું કૌશલ્ય બતાવે અને આ સિઝનમાં મુંબઈની બોટને હંકારે. છેલ્લી IPL સિઝન મુંબઈ માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ વખત પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાછલી સિઝનની ભૂલોમાંથી શીખીને આ સિઝનમાં શાનદાર વાપસી કરવા ઈચ્છશે.
View this post on Instagram
