IPL 2024માં માત્ર એક બાંગ્લાદેશી ક્રિકેટર રમી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનની, જે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. આ વખતે IPL 2024ની હરાજીમાં CSKએ આ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સિઝનમાં અત્યાર સુધી મુસ્તાફિઝુર ટીમના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે.
હવે બાંગ્લાદેશ ક્રિકેટમાં મુસ્તફિઝુર રહેમાન IPLમાં રમવાને લઈને નવી ચર્ચા છેડાઈ ગઈ છે.
મુસ્તાફિઝુર રહેમાન IPL 2024માં CSK માટે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ સિઝનમાં રહેમાનને પર્પલ કેપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હવે બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર ખાલિદ મહમૂદ મુસ્તાફિઝુર IPLમાં રમવાથી નાખુશ દેખાય છે.
ખાલિદ મહમૂદ કહે છે કે મારું માનવું છે કે ક્લબ ક્રિકેટ રમતા પહેલા દેશ માટે કેવી રીતે રમવું તે જાણવું જોઈએ. જો તે આખી આઈપીએલ રમ્યો હોત તો મને આનંદ થાત પરંતુ બાંગ્લાદેશ પાસે ન્યૂઝીલેન્ડ સાથે શ્રેણી રમવાની છે અને અમારી પાસે મુસ્તફિઝુર જેવા 10-12 બોલરો નથી. તેમના માટે IPLમાંથી શીખવા જેવું કંઈ નથી. બાંગ્લાદેશને પણ આનો કોઈ ફાયદો નથી.
બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન BCB ડિરેક્ટર અકરમ ખાને મુસ્તફિઝુર રહેમાનનું સમર્થન કર્યું છે. ચેપોકમાં રમાયેલી KKR સાથેની મેચમાં મુસ્તફિઝુર રહેમાને જે રીતે શાનદાર બોલિંગ કરી તેનાથી અકરમ ખાન ઘણો ખુશ છે. અકરમનું માનવું છે કે IPLમાં T20 ક્રિકેટના ટોચના બેટ્સમેનો સામે મુસ્તફિઝુર જે રીતે બોલિંગ કરી રહ્યો છે, તે તેને T20 વર્લ્ડ કપ 2024 માટે ખૂબ સારી રીતે તૈયાર કરશે.
🚨 OFFICIAL: Mustafizur Rahman has NOC for IPL till 1st May only. He will join the Bangladesh squad on 2nd May and will be available for the first T20I vs Zimbabwe on 3rd May.
🎙️ BCB Operations head Jalal Yunus said:
“Mustafiz has nothing to learn in IPL. His learning period… pic.twitter.com/csHj9AI7TJ
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) April 17, 2024