Chennai Super Kingsનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ, ત્યારબાદ હવે CSKના પૂર્વ ક્રિકેટર Subramaniam Badrinathએ ટીમની કેપ્ટનશિપ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે વર્તમાન કેપ્ટન Ruturaj Gaikwadને કેપ્ટનશિપમાંથી હટાવી Sanju Samsonને ટીમની કમાન સોંપવાની સલાહ આપી છે.
બદ્રીનાથે જણાવ્યું કે ગાયકવાડ એક શાનદાર T20 બેટર છે અને CSK માટે તેની બેટિંગ કેપ્ટનશિપ કરતાં વધારે મહત્વની છે. તેના મતે સેમસન ગાયકવાડ કરતાં વધુ સારા કેપ્ટન સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે IPL 2026 પહેલા CSKએ રાજસ્થાન રોયલ્સ પાસેથી ટ્રેડ દ્વારા સંજૂ સેમસનને 18 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. સેમસને આ સિઝનમાં ચેન્નાઈ માટે શાનદાર પ્રદર્શન કરતાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
પોતાના YouTube ચેનલ પર વાત કરતાં બદ્રીનાથે કહ્યું કે, ગાયકવાડે CSKની કેપ્ટનશિપ ન કરવી જોઈએ. તેની જગ્યાએ સંજૂ સેમસનને જવાબદારી આપવી જોઈએ. ગાયકવાડની બેટિંગ ટીમ માટે વધુ મહત્વપૂર્ણ છે અને કેપ્ટનશિપનો દબાણ તેના પ્રદર્શનને અસર કરી રહ્યો છે.”
ગાયકવાડ માટે IPL 2026 બેટિંગમાં પણ ખાસ રહ્યો નહોતો. તેણે 28.08ની સરેરાશ અને 123.45ના સ્ટ્રાઈક રેટથી માત્ર 337 રન બનાવ્યા હતા. બદ્રીનાથનું માનવું છે કે જો ગાયકવાડને કેપ્ટનશિપમાંથી મુક્ત કરવામાં આવે તો તેઓ બેટર તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકશે.
તેણે વધુમાં કહ્યું કે, “ઘણા મહાન ખેલાડીઓ કેપ્ટનશિપના દબાણથી પ્રભાવિત થયા છે. Sachin Tendulkar જેવા દિગ્ગજ ખેલાડીઓ પર પણ તેનો અસર જોવા મળ્યો હતો. ગાયકવાડ માટે પણ આ નિર્ણય ટીમ અને ખેલાડી બંનેના હિતમાં સાબિત થઈ શકે છે.”
🚨 SUBRAMANIAM BADRINATH TAKES ON SANJU SAMSON VS RUTURAJ GAIKWAD CAPTAINCY 🚨
S Badrinath said 🗣️,
“Ruturaj Gaikwad should not lead CSK. It should be Sanju Samson who should lead them. Ruturaj the batter is too important for CSK. His batting is more important than his… pic.twitter.com/OtECNZzYm8
— Cricket Central (@CricketCentrl) May 23, 2026

