મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં લીધો મોટો નિર્ણય, રાજસ્થાન રોયલ્સ સાથે યુવા ખેલાડીઓને તૈયાર કરનાર ઝુબિન ભરુચાને ડિરેક્ટર ઓફ પરફોર્મન્સ બનાવ્યા
IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં પોતાના સપોર્ટ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ પૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને અનુભવી ક્રિકેટ ડેવલપમેન્ટ નિષ્ણાત ઝુબિન ભરુચાને ડિરેક્ટર ઓફ પરફોર્મન્સ તરીકે નિયુક્ત કર્યા છે. ભરુચા હવે મુંબઈ ઈન્ડિયન્સના સમગ્ર ક્રિકેટ સિસ્ટમમાં ખેલાડીઓના પ્રદર્શન અને વિકાસ પર કામ કરશે.
ઝુબિન ભરુચાનો IPLમાં લાંબો અનુભવ છે. તેઓ અગાઉ લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા હતા. 2008થી 2015 દરમિયાન તેમણે ટીમ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને 2012માં કોચિંગની જવાબદારી પણ સંભાળી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી ડેરડેવિલ્સ સાથે ટેક્નિકલ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. 2018માં ફરી રાજસ્થાન રોયલ્સમાં પરત ફરી તેણે ક્રિકેટ ઓપરેશન્સની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી.
ભરુચાની સૌથી મોટી ખાસિયત યુવા પ્રતિભાને ઓળખીને તેને આગળ વધારવાની છે. રાજસ્થાન રોયલ્સ સાથે કામ દરમિયાન તેણે યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી અને અન્ય યુવા ખેલાડીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ખેલાડીઓની ટેકનિક, ક્ષમતા અને પ્રદર્શન સુધારવા માટે જાણીતા છે.
મુંબઈ ઈન્ડિયન્સે જણાવ્યું છે કે ભરુચા હાલના લીડરશિપ ગ્રુપ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને ટીમના વિવિધ પરફોર્મન્સ ક્ષેત્રોમાં કામ કરશે. ખાસ વાત એ છે કે MI છેલ્લા કેટલાક સમયથી IPL ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. તેથી IPL 2027 પહેલાં ભરુચાની એન્ટ્રી ટીમ માટે યુવા પ્રતિભા વિકાસ અને સતત સારા પ્રદર્શનની દિશામાં મોટો દાવ માનવામાં આવી રહ્યો છે.
Zubin Bharucha appointed as Mumbai Indians Director of Performancehttps://t.co/eIHzNuLDLf
— HT Sports (@SportsbyHT) August 22, 2026
