બુમરાહને આરામ આપવાની માંગ તેજ: ભારતીય ક્રિકેટ માટે ચેતવણી સમાન સ્થિતિ
જસપ્રીત બુમરાહ ને લઈને IPL 2026 દરમિયાન ચિંતા વધી રહી છે. સતત મેચોમાં નબળા પ્રદર્શન પછી હવે તેમને આરામ આપવાની માંગ જોર પકડી રહી છે. આ માત્ર ભાવનાત્મક પ્રતિક્રિયા નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટેની ગંભીર ચિંતા છે.
આ સીઝનમાં બુમરાહે 8 મેચમાં માત્ર 2 વિકેટ લીધી છે, જ્યારે શરૂઆતની 5 મેચમાં તેઓ એકપણ વિકેટ મેળવી શક્યો નો હતો . તેની ઈકોનોમી પણ 8થી વધુ રહી છે, જે તેના સ્તર મુજબ ચિંતાજનક માનવામાં આવે છે. પહેલા જે બોલર દરેક 19 બોલે વિકેટ લેતો હતો, તે હવે લગભગ 90 બોલે એક વિકેટ લઈ રહ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ₹18 કરોડમાં રિટેન કરાયેલ બુમરાહ માટે IPL માત્ર ટૂર્નામેન્ટ નથી, પરંતુ આર્થિક સુરક્ષા પણ છે. આવા સમયે પોતે આરામ લેવાનો નિર્ણય કરશે, તે આશા રાખવી મુશ્કેલ છે.
બુમરાહની હાલત માત્ર ફોર્મનો મુદ્દો નથી. 32 વર્ષની ઉંમર, પીઠની સર્જરી બાદ વાપસી અને સતત ત્રણેય ફોર્મેટમાં રમવાની જવાબદારી તેમના શરીર પર અસર કરી રહી છે.
વિદેશી ટીમો જેમ કે ઇંગ્લેન્ડે બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓ માટે રોટેશન નીતિ અપનાવી છે, પરંતુ ભારતમાં હજુ સુધી આવી સ્પષ્ટ વ્યવસ્થા નથી.
આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે બુમરાહને આરામ આપવો હવે વિકલ્પ નહીં, પરંતુ જરૂરિયાત બની ગયો છે. જો સમયસર નિર્ણય લેવામાં નહીં આવે, તો ભારતીય ક્રિકેટને તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

