મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર કેમ માનવામાં આવે છે, તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે. ચેન્નાઈ (CSK)માં પંજાબ સામે રમતી વખતે ધોની ફરી એકવાર તેની પરિચિત શૈલીમાં બેટિંગ કરવા આવ્યો હતો. છેલ્લી ઓવરમાં જાડેજા આઉટ થતાં જ ધોની મેદાન પર આવ્યો હતો. ચારેબાજુ માત્ર ધોની-ધોનીનો અવાજ સંભળાતો હતો.
અલબત્ત, આ મેચમાં ચેન્નાઈ (CSK)ને છેલ્લા બોલ પર હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો.
ધોનીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો:
મહેન્દ્ર સિંહ ધોની પંજાબ કિંગ્સ (PBKS) સામે છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને ધોનીએ તેની ઇનિંગ્સના છેલ્લા બે બોલમાં 2 જોરદાર સિક્સર ફટકારીને સાબિત કર્યું કે તે વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર કેમ છે. ધોનીએ આ મેચમાં 2 સિક્સર ફટકારી હતી અને IPL ઈતિહાસમાં ધોની એકમાત્ર બેટ્સમેન છે જેણે છેલ્લી ઓવરમાં (સૌથી વધુ) 59 સિક્સ ફટકારી હતી, જ્યારે કેરોન પોલાર્ડ 20મી ઓવરમાં સિક્સર મારનાર બીજો બેટ્સમેન છે, જેણે 33 સિક્સર ફટકારી છે.