વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા પછી કાઇલ જેમિસન પર BCCIની કાર્યવાહી.
આઈપીએલ 2026 દરમિયાન શુક્રવારે રમાયેલા Rajasthan Royals અને Delhi Capitals વચ્ચેના મુકાબલામાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. દિલ્હીના ઝડપી બોલર Kyle Jamieson ને યુવા બેટ્સમેન Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ આક્રમક ઉજવણી કરવા બદલ સજા ફટકારવામાં આવી છે.
મેચ દરમિયાન બીજા ઓવરના બીજા બોલ પર જેમિસને શાનદાર યોર્કરથી સૂર્યવંશીને બોલ્ડ કર્યો હતો. મહત્વપૂર્ણ વિકેટ મેળવ્યા બાદ જેમિસન બેટ્સમેનની નજીક જઈને આક્રમક અંદાજમાં ઉજવણી કરતા જોવા મળ્યો. આ વર્તનને કારણે BCCI એ તેને ચેતવણી આપી અને એક ડિમેરિટ પોઇન્ટ આપ્યો છે.
IPL દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, જેમિસન IPL કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.5 નો ભંગ કરતા જોવા મળ્યો. આ નિયમ મુજબ કોઈ પણ ખેલાડી સામે અપમાનજનક શબ્દો, હાવભાવ અથવા ક્રિયાઓ કરવી ગેરલાયક ગણાય છે, જે સામેના ખેલાડીને ઉશ્કેરી શકે.
મેચની વાત કરીએ તો, Riyan Parag ની શાનદાર 90 રનની પારીના આધારે રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 227 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી તરફથી KL Rahul (75 રન) અને Pathum Nissanka (62 રન) ની ઉત્કૃષ્ટ બેટિંગના કારણે દિલ્હીએ 19.1 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.
🚨 BCCI WARNS KYLE JAMIESON 🚨
– The IPL committee has warned Kyle Jamieson and given him one demerit point. The reason is that yesterday, after dismissing Vaibhav Suryavanshi, he pointed towards him and celebrated in a very inappropriate manner. pic.twitter.com/QDJH6odq9Z
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 2, 2026
