IPL

ઈશાન કિશન બન્યો ટીમનો નવો કેપ્ટન

ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટર Ishan Kishan માટે છેલ્લા કેટલાક મહિના સપના સમાન રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે તેઓ ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયા હતા અને તેની કારકિર્દી પર અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ મહેનત, ધીરજ અને સતત સારા પ્રદર્શનના બળે ઈશાને જોરદાર વાપસી કરી અને હવે તેને ટીમની કેપ્ટનશિપની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

અહેવાલ મુજબ, ઈશાન કિશનને ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મેનેજમેન્ટનું માનવું છે કે તેની પાસે માત્ર મેચ જીતાડવાની જ નહીં પરંતુ ટીમને આગળ લઈ જવાની પણ ક્ષમતા છે. ઘરેલુ ક્રિકેટમાં Jharkhand cricket team માટે કેપ્ટન તરીકે તેનો અનુભવ અને તાજેતરના સફળ પ્રદર્શનોએ આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઈશાને 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપરાંત, T20 વર્લ્ડ કપ 2026માં પણ તેણે બેટથી નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો હતો. તેની આ સફળ સફર હવે કેપ્ટનશિપ સુધી પહોંચી છે.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઈશાન કિશનનું આ ઉદય યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે. ટીમમાંથી બહાર થવાથી લઈને ફરી ટીમમાં સ્થાન બનાવવું અને ત્યારબાદ કેપ્ટન બનવું, તેની સફર સંઘર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. હવે ચાહકોની નજર તેના નેતૃત્વ પર રહેશે કે તેઓ આ નવી જવાબદારીને કેવી રીતે નિભાવે છે.

Exit mobile version