બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન Litton Dasએ IPL 2023 દરમિયાન Kolkata Knight Riders સાથેના પોતાના નિરાશાજનક અનુભવ વિશે મોટો ખુલાસો કર્યો છે. લિટન દાસે દાવો કર્યો કે KKR તરફથી તેને તેવો સપોર્ટ અને વિશ્વાસ મળ્યો નહોતો, જેની તે અપેક્ષા રાખતા હતા.
બાંગ્લાદેશ ક્રિકેટના ‘ચાર છક્કા’ પોડકાસ્ટમાં વાત કરતાં લિટને જણાવ્યું કે IPL દરમિયાન તે ક્યારેય ટીમનો મહત્વનો ભાગ હોવાની લાગણી અનુભવી શક્યા નહોતા. લિટને કહ્યું, “મને લાગતું હતું કે KKRને મારી એટલી જરૂર નહોતી. સામાન્ય રીતે ખેલાડીને અગાઉથી કહી દેવામાં આવે છે કે તે આગામી મેચ રમશે કે નહીં, પરંતુ મારી સાથે એવી કોઈ ચર્ચા થઈ નહોતી.”
તેણે વધુમાં જણાવ્યું કે બે મેચ સુધી બહાર બેસાડ્યા બાદ અચાનક રાત્રે 11 વાગ્યે તેને મેસેજ આવ્યો કે તેઓ આગામી મેચ રમવાના છે. લિટન અનુસાર, તેણે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દિવસ તેમના પક્ષમાં રહ્યો નહોતો.
લિટન દાસ IPL 2023ની હરાજીમાં 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર KKR સાથે જોડાયા હતા. ટીમને તેમની બેટિંગ અને વિકેટકીપિંગથી ઘણી આશાઓ હતી, પરંતુ તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી. દિલ્હી કેપિટલ્સ સામેની તે મેચમાં તેઓ ઓપનિંગ કરવા ઉતર્યા હતા, પરંતુ ચાર બોલમાં માત્ર ચાર રન બનાવી શક્યા હતા. વિકેટ પાછળ પણ તેમણે બે સ્ટમ્પિંગના મોકા ચૂકી દીધા હતા, જેના કારણે KKRને હારનો સામનો કરવો પડ્યો હતો.
તે મેચ બાદ લિટનને ફરી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. બાદમાં વ્યક્તિગત પારિવારિક કારણોસર તેઓ બાંગ્લાદેશ પરત ફરી ગયા હતા. ત્યારબાદ KKRએ તેને રિલીઝ કરી દીધા અને પછીની હરાજીમાં તે અનસોલ્ડ રહ્યા હતા.
🗣️ Litton Das : KKR didn’t support me the way I expected. I felt they didn’t really need me.
— We gave a mediocre player like him an opportunity in IPL and he literally lost us the match he played. pic.twitter.com/9mqTA3hp4L
— KKR Karavan (@KkrKaravan) May 18, 2026
