ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેમની સર્વકાલીન શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી. આ ટીમમાં તેમણે આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને જગ્યા આપી હતી. તેમણે પોતાની ટીમમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોને સામેલ કર્યા ન હતા, જેમાં સચિન તેંડુલકરનું નામ સામેલ હતું.
સુનીલ ગાવસ્કરે તેના શ્રેષ્ઠ IPL 11માં ઓપનર બેટ્સમેન તરીકે રોહિત શર્મા અને ક્રિસ ગેલને પસંદ કર્યા હતા. જ્યારે ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે. એબી ડી વિલિયર્સને પાંચમા નંબરે, છઠ્ઠા નંબર પર મહેન્દ્ર સિંહ ધોનીને વિકેટકીપર તરીકે, જ્યારે રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પોતાની ટીમમાં સામેલ.
ગાવસ્કરે સ્પિન બોલર તરીકે સુનીલ નારાયણની પસંદગી કરી હતી. જ્યારે ઝડપી બોલર તરીકે તેણે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની પસંદગી કરી હતી. 12મા ખેલાડી તરીકે તેણે લસિથ મલિંગાને પોતાની ટીમમાં સામેલ કર્યો. સુનીલ ગાવસ્કરે આ ટીમમાં વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર જેવા ખેલાડીઓને સ્થાન આપ્યું ન હતું.
સુનીલ ગાવસ્કરની સર્વકાલીન IPL XI:
રોહિત શર્મા, ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, સુનીલ નારાયણ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા (12મો ખેલાડી).