સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે, જેણે સમગ્ર વિશ્વમાં રન બનાવ્યા છે અને સદીઓ પણ ફટકારી છે. સચિન એવા બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને સૌથી વધુ સદી ફટકારી છે.
લોકો તેમણે ક્રિકેટનો ભગવાન પણ કહે છે. તેમણે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. પરંતુ કેટલાક રેકોર્ડ એવા છે જેને સચિન તેંડુલકર પણ તોડી શક્યા નથી. ચાલો જાણીએ આવા જ કેટલાક રેકોર્ડ વિશે.
ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર:
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે છે, જેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 400 રનની ઈનિંગ રમી હતી. સચિન આ રેકોર્ડ ક્યારેય તોડી શક્યો નથી. ટેસ્ટમાં સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 248 રન હતો. સચિન ક્યારેય ટેસ્ટમાં ત્રેવડી સદી પણ ફટકારી શક્યો નથી.
સતત 6 સિક્સરનો રેકોર્ડ:
યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. સચિન પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ સતત 6 બોલમાં 6 સિક્સર મારી શક્યો નથી.
ODIમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ:
સચિન તેંડુલકરે વનડેમાં ઘણા રન બનાવ્યા છે. પરંતુ તે ક્યારેય એબી ડી વિલિયર્સનો વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડી શક્યો નથી. ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં આ કારનામું કર્યું હતું. તે મેચમાં તેણે 31 બોલમાં 149 રનની ઇનિંગ રમી હતી.