IPL 2026માં Shubman Gill અને Sai Sudharsanની જોડી ગુજરાત ટાઇટન્સ માટે સૌથી મોટી તાકાત બની છે. બંને ઓપનરોએ આખી સિઝનમાં શાનદાર બેટિંગ કરીને ટીમને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની આ સતત સફળતા બાદ હવે ભારતના પૂર્વ ક્રિકેટર Suresh Rainaએ બંને વિશે મોટું નિવેદન આપ્યું છે.
રૈનાએ શુભમન ગિલ અને સાઈ સુદર્શનને IPL ઇતિહાસની સર્વશ્રેષ્ઠ બેટિંગ જોડી ગણાવી છે. તેણે કહ્યું કે બંને ખેલાડીઓ વચ્ચેની સમજ, સતત પ્રદર્શન અને મેચ અનુસાર રમવાની ક્ષમતા તેને બાકીની તમામ જોડીઓથી અલગ બનાવે છે. રૈનાના જણાવ્યા મુજબ ગિલ અને સાઈ સુદર્શને માત્ર 46 ઇનિંગ્સમાં 21 વખત 50થી વધુ રનની ભાગીદારી નોંધાવી છે, જે એક અદભૂત સિદ્ધિ છે.
આ સાથે જ બંનેએ IPLમાં પોતાની 10મી શતકીય ભાગીદારી નોંધાવીને Virat Kohli-AB de Villiers અને Chris Gayle-કોહલી જેવી દિગ્ગજ જોડીઓના રેકોર્ડની બરાબરી કરી છે. રૈનાએ જણાવ્યું કે ગેલ અને કોહલીએ 59 ઇનિંગ્સમાં જ્યારે એબી ડિવિલિયર્સ અને કોહલીએ 76 ઇનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો હતો, જ્યારે ગિલ અને સાઈએ માત્ર 46 ઇનિંગ્સમાં જ આ કારનામું કર્યું છે.
રૈનાએ બંને ખેલાડીઓની ફિટનેસ અને રમતની સમજણની પણ પ્રશંસા કરી. તેણે કહ્યું કે બંનેને સારી રીતે ખબર હોય છે કે ક્યારે આક્રમક બનવું અને ક્યારે ઇનિંગ્સ સંભાળવી. આ જ કારણ છે કે IPL 2026માં તેમની જોડી સૌથી સફળ અને ખતરનાક સાબિત થઈ રહી છે.
