
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આરસીબી ટીમ સામે ટકરાશે…
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચથી થશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પાંચ ટાઇટલ જીતનાર મુંબઇની ટીમ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આરસીબી ટીમ સામે ટકરાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ફરી એક વખત મજબૂત ટીમ સાથે 14મી સિઝન પર પ્રભુત્વ મેળવવાની તૈયારીમાં છે. તે જ સમયે, કોહલી અને કંપની પણ ફરી એકવાર કેટલાક નવા અને શક્તિશાળી ખેલાડીઓ સાથે પ્રથમ ટાઇટલ ઝુંબેશ શરૂ કરશે.
સંભાવિત મુંબઈ ઈન્ડિયન્સની ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બૌલ્ટ, જસપ્રીત બુમરાહ, નાથન કુટર નાઇલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇલેવન: મોહમ્મદ અઝહરુદ્દીન, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, જોશ ફિલિપ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, કાયલ જેમિસન.
