સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની હરાજીમાં શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસારંગાને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે આ સિઝનમાં મેચ રમી શક્યો નહોતો.
હસરંગા પહેલાથી જ ઈજાગ્રસ્ત હતો, પરંતુ એવો અંદાજ હતો કે તે IPLની શરૂઆતની મેચો માટે જ બહાર રહેશે. પરંતુ ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને આખી સિઝનમાંથી બહાર રહેવું પડ્યું હતું.
હૈદરાબાદ માટે આ એક મોટો ફટકો હતો, કારણ કે હસરંગા તેની ઓલરાઉન્ડ ક્ષમતાઓથી ગમે ત્યારે મેચનો પલટો કરી શકે છે. જો કે, હવે હૈદરાબાદે તેના સ્થાને શ્રીલંકાના અન્ય ખતરનાક ખેલાડીને તેમના કેમ્પમાં સામેલ કર્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે શ્રીલંકાના યુવા ખેલાડી વિજયકાંત વિયાસકાન્તને પોતાના કેમ્પમાં વાનિન્દુ હસરંગાની જગ્યાએ સામેલ કર્યો છે. વ્યાસકાંથ લેગ સ્પિનર છે અને તે લંકા પ્રીમિયર લીગ, ઈન્ટરનેશનલ લીગ T20 અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે.
જો કે તેને મોટા સ્તરે ક્રિકેટ રમવાનો બહુ અનુભવ નથી. તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાન સામે શ્રીલંકા માટે એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચમાં તેને 1 સફળતા પણ મળી હતી.
22 વર્ષીય વિજયકાંત વ્યાસકાન્ત અત્યાર સુધીમાં કુલ 33 T20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 18.78ની એવરેજ અને 6.76ની ઈકોનોમીથી 42 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર 3/14 છે.
Vijayakanth Viyaskanth replaces Wanindu Hasaranga in SRH in IPL 2024…!!!! pic.twitter.com/7ePKmO9peF
— Johns. (@CricCrazyJohns) April 9, 2024