IPL

“આ ખિતાબ અમારા ગુમાવેલા ફેન્સ માટે”

Rajat Patidarની આગેવાની હેઠળ Royal Challengers Bengaluruએ IPL 2026ની ટ્રોફી પોતાના નામે કરી લીધી, પરંતુ આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન રજત પાટીદારે જે નિવેદન આપ્યું તેણે કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા છે. Royal Challengers Bengaluruએ ફાઇનલમાં Gujarat Titansને 5 વિકેટે હરાવી સતત બીજી વખત IPL ચેમ્પિયન બનવાનો કારનામો કર્યો.

મેચ બાદ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન રજત પાટીદારે ગયા વર્ષે RCBની પ્રથમ IPL જીત બાદ થયેલી દુઃખદ ભગદડમાં જીવ ગુમાવનાર ચાહકોને યાદ કર્યા. તેણે કહ્યું કે આ ટ્રોફી તે તમામ ફેન્સને સમર્પિત છે, જેઓ હવે અમારી વચ્ચે નથી. પાટીદારે તેને “પરિવારના સભ્યો” ગણાવતાં કહ્યું કે ટીમ ક્યારેય તેને ભૂલી શકશે નહીં.

આ જીત સાથે રજત પાટીદારનું નામ પણ IPLના ઇતિહાસમાં ખાસ સ્થાન પર પહોંચી ગયું છે. સતત બે સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવનારા કેપ્ટનોની યાદીમાં હવે તેનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેની શાંત નેતાગીરી, યોગ્ય નિર્ણયો અને ટીમ પરના વિશ્વાસે RCBને ફરી એકવાર ટ્રોફી અપાવી છે.

ફાઇનલમાં RCBએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ટીમે દબદબો જમાવ્યો અને ગુજરાત ટાઇટન્સને કોઈ તક આપી નહોતી. જીત બાદ ખેલાડીઓએ ખુશીઓ મનાવી, પરંતુ રજત પાટીદારે પોતાના સંદેશથી સ્પષ્ટ કરી દીધું કે ક્રિકેટ માત્ર રમત નથી, લાગણીઓ અને સંબંધોનું પણ નામ છે.

આ કારણે IPL 2026ની આ ટ્રોફી માત્ર RCB માટે જ નહીં, પરંતુ તે તમામ ચાહકો માટે પણ ખાસ બની ગઈ છે, જેમણે વર્ષો સુધી ટીમને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે.

Exit mobile version