
ઉદઘાટન મેચમાં ડી વિલિયર્સે શુક્રવારે પાંચમાં નંબર પર બેટિંગ કરી હતી..
આઈપીએલ 2021ની શરૂઆતની મેચમાં, આરસીબીની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને વિજયી શરૂઆત કરી હતી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજસિંહે આ મેચમાં એબી ડી વિલિયર્સને 5 નબંરે બેટિંગ કરવા માટે મોકલવામાં આવતા હતાશા અંગે નિરાશા વ્યક્ત કરતાં વિરાટ કોહલી અને મેનેજમેંટ પર સવાલ ઉઠાવ્યો હતો.
ચેપાકમાં રમાયેલી આ ઉદઘાટન મેચમાં ડી વિલિયર્સે શુક્રવારે પાંચમાં નંબર પર બેટિંગ કરી હતી અને ચેલેન્જર્સની શાનદાર બેટિંગ કરતા 27 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા અને આ ઇનિંગ્સે આરસીબીને બે વિકેટથી જીતવામાં સફળતા મેળવી હતી.
યુવરાજે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, “એબી ડી વિલિયર્સની 5 રનની બેટિંગને સમજી શક્યા નથી? મારી સલાહ છે કે ટી 20 ક્રિકેટમાં ઓપનિંગ પછી તમારા શ્રેષ્ઠ બેટ્સમેનને નંબર 3 અથવા નંબર 4 પર આવવું પડે.”
Don’t understand @ABdeVilliers17 batting at no 5 !!?
your best batsmen after opening have to come at no 3 or no 4 in t20 just an opinion #MIvRCB #IPL2021
— Yuvraj Singh (@YUVSTRONG12) April 9, 2021

your best batsmen after opening have to come at no 3 or no 4 in t20 just an opinion