ભારતીય ક્રિકેટના નવા સુપરસ્ટાર બની રહેલા Vaibhav Sooryavanshiને લઈને હવે IPL જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌને ચોંકાવનાર વૈભવે IPL 2026માં એવો પ્રભાવ પાડ્યો છે કે હવે તેના IPL 2027 ઓક્શન ભાવ અંગે ચર્ચાઓ તેજ બની ગઈ છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર Aakash Chopraએ વૈભવ વિશે મોટું નિવેદન આપતા કહ્યું કે જો આ યુવા બેટ્સમેન આગામી ઓક્શનમાં ઉતરે તો તેની બોલી 35, 40 નહીં પરંતુ 50 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
વૈભવે આ સિઝનમાં પોતાની તોફાની બેટિંગથી અનેક રેકોર્ડ તોડ્યા છે. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં રમેલી 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ્સે આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. તેની આ ઇનિંગ્સ દરમિયાન તેણે 12 છગ્ગા ફટકાર્યા હતા અને રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વૈભવની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે દિગ્ગજ ક્રિકેટરો પણ તેની પ્રશંસા કરતા નથી થાકતા. Sunil Gavaskarએ તેને “ભારતીય ક્રિકેટ માટે ભગવાનની ભેટ” ગણાવ્યો હતો, જ્યારે IPLના પૂર્વ ચેરમેન Lalit Modiએ રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી ખરીદી ગણાવી હતી.
હાલ વૈભવ રાજસ્થાન રોયલ્સ માટે માત્ર 1.10 કરોડ રૂપિયામાં રમે છે, પરંતુ તેની વર્તમાન ફોર્મ જોઈને માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની શકે છે.
