IPL 2026 દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર Vinod Kambli ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે કાંબલી પહોંચ્યા હતા, પરંતુ મેચ બાદ સામે આવેલા તેના વીડિયોએ ક્રિકેટ ચાહકોને ભાવુક બનાવી દીધા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિનોદ કાંબલીને બે લોકોના સહારે ધીમે-ધીમે ચાલતા જોઈ શકાય છે. એક સમયના આક્રમક અને પ્રતિભાશાળી બેટ્સમેનને આવી સ્થિતિમાં જોઈ ઘણા ચાહકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમય પછી કાંબલીને સ્ટેડિયમમાં જોઈને શરૂઆતમાં ચાહકો ખુશ થયા હતા, પરંતુ મેચ બાદની તેની હાલત જોઈ સૌ ચિંતિત બન્યા.
છેલ્લા કેટલાક સમયથી કાંબલીના સ્વાસ્થ્યને લઈને અનેક સમાચાર સામે આવ્યા હતા. અહેવાલો મુજબ તેઓ લાંબા સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમને બ્રેન ક્લોટ અને યાદશક્તિ સંબંધિત તકલીફો હોવાની માહિતી પણ સામે આવી હતી, જેના કારણે મુંબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે તેની પત્ની એન્ડ્રિયા હેવિટે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે તેની તબિયતમાં અગાઉ કરતાં સુધારો જોવા મળી રહ્યો છે.
વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં ગણાતા હતા. 90ના દાયકામાં Sachin Tendulkar અને કાંબલીની જોડી મુંબઈ ક્રિકેટમાં ખૂબ ચર્ચિત રહી હતી. બંનેએ સ્કૂલ ક્રિકેટથી સાથે સફર શરૂ કરી હતી, પરંતુ બાદમાં સચિને વિશ્વ ક્રિકેટમાં ઐતિહાસિક સફળતા મેળવી જ્યારે કાંબલીનું કરિયર અપેક્ષા કરતાં વહેલું સમાપ્ત થયું.
મેચની વાત કરીએ તો Rajasthan Royals એ Mumbai Indians ને 30 રને હરાવ્યું હતું. રાજસ્થાને પહેલા બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ લક્ષ્યનો પીછો કરતાં નિષ્ફળ રહી હતી.
Vinod Kambli is struggling through difficult times in his life, but despite that, his love for cricket is still alive. Even in this condition, he came to Wankhede Stadium today once again to watch the match.❤️ pic.twitter.com/hWkzfwKHBv
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 24, 2026
