IPL 2026ના પ્રથમ ક્વોલિફાયરમાં Royal Challengers Bengaluruએ Gujarat Titansને 92 રને હરાવી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધર્મશાલામાં રમાયેલા આ મુકાબલા બાદ સ્ટેડિયમમાં એક એવો ભાવુક પળ જોવા મળ્યો, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. Virat Kohli જીત પછી સીધા સ્ટેન્ડમાં પહોંચ્યો અને પોતાની પત્ની Anushka Sharmaને ગળે લગાવી ઉજવણી કરી.
આ ખાસ ક્ષણના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. ફેન્સે બંનેની કેમિસ્ટ્રીને “પ્યોર લવ” કહી વખાણી હતી. મેચ દરમિયાન અનુષ્કા શર્મા સતત RCBને ચીયર કરતી જોવા મળી હતી અને જીત બાદ તેમની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ RCBના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ માત્ર 25 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમી ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં અણનમ 93 રન ફટકારી RCBને 254 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. આ IPL પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર પણ બન્યો હતો.
જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. પાવરપ્લેમાં જ ટોચના પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મેચમાં પાછી ફરી શકી નહોતી. રાહુલ તેવટિયાએ 68 રનની લડાયક ઇનિંગ રમી, છતાં ટીમને 92 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો. હવે RCB સતત બીજા સીઝનમાં IPL ફાઇનલ રમશે અને ટ્રોફી જીતવા માટે એક પગલું દૂર છે.
Beside every strong man, there is a strong woman🥹🫶🏻#ViratKohli #AnushkaSharma pic.twitter.com/jSg5uz08E8
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 26, 2026
