એશિયન ગેમ્સ 2026 પુરુષ T20 ક્વોલિફાયરના પ્રથમ જ મુકાબલામાં નેપાળે ચીન સામે એવી ધમાકેદાર જીત નોંધાવી કે સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયું છે. નેપાળે ચીનને 221 રનના વિશાળ અંતરથી હરાવી પોતાની શક્તિનો પરિચય આપ્યો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર નેપાળે 20 ઓવરમાં માત્ર 2 વિકેટે 313 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઇનિંગ્સના સૌથી મોટા હીરો ઓપનર Kushal Bhurtel રહ્યા, જેણે માત્ર 43 બોલમાં 129 રનની વિસ્ફોટક સદી ફટકારી. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 16 છક્કાનો સમાવેશ થયો હતો.
ભુર્તેલે મેચ દરમિયાન એક ઓવરમાં સતત 6 છક્કા ફટકારીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 6 છક્કા મારનારા ગણતરીના ખેલાડીઓમાં સામેલ થયા. આ કારનામા સાથે તેણે Yuvraj Singhના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી.
ભુર્તેલ સિવાય Kushal Mallaએ અણનમ 85 અને કેપ્ટન Rohit Paudelએ અણનમ 69 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.
314 રનના અશક્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચીનની ટીમ નેપાળના બોલરો સામે ટકી શકી નહીં અને 19.2 ઓવરમાં માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ચીન તરફથી શેન્ઝિયાન ઝેંગે સૌથી વધુ 31 રન બનાવ્યા.
આ જીત સાથે નેપાળ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં બે વખત 300થી વધુ સ્કોર બનાવનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.
🚨Kushal Bhurtel smashed SIX SIXES against China in the Asian Games Qualifier 2026. 🥵🇳🇵
He became only 2nd Nepali player and 4th player in the world to hit six sixes in an over in T20Is. pic.twitter.com/ZXchAbUgrB
— Cricket in Asia (@ICCAsiaCrickett) May 31, 2026

