ભારતીય ક્રિકેટ ચાહકો માટે 2026નું વર્ષ જબરદસ્ત એક્શનથી ભરેલું રહેવાનું છે. જૂનથી ડિસેમ્બર સુધી ટીમ ઈન્ડિયા સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી જોવા મળશે. અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓ ઉપરાંત વર્ષના અંતમાં એક વધુ મહત્વપૂર્ણ પ્રવાસ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત 6 જૂનથી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. ત્યારબાદ 13 થી 20 જૂન વચ્ચે બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ODI સિરીઝ રમાશે. જૂનના અંતમાં ભારત આયર્લેન્ડ સામે બે T20 મેચ રમશે.
જુલાઈ મહિનો ભારતીય ટીમ માટે સૌથી વ્યસ્ત રહેશે. 1 થી 11 જુલાઈ દરમિયાન ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની T20 સિરીઝ યોજાશે, જ્યારે 14 થી 19 જુલાઈ વચ્ચે ત્રણ ODI મેચ રમાશે. આ પછી 23 થી 26 જુલાઈ દરમિયાન ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 મેચોની ટૂંકી સિરીઝ રહેશે.
લગભગ બે મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત ફરી મેદાનમાં ઉતરશે. 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ત્રણ ODI મેચ રમાશે, જ્યારે 6 થી 17 ઓક્ટોબર દરમિયાન પાંચ T20 મેચોની સિરીઝ યોજાશે.
વર્ષના અંતિમ તબક્કામાં 22 ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારત માટે વધુ એક લાંબો અને પડકારજનક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ રહેશે. આ સમયગાળા દરમિયાન ટીમ બે ટેસ્ટ, પાંચ ODI અને પાંચ T20 મેચ રમશે. જોકે વિરોધી ટીમની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
આ સમગ્ર શેડ્યૂલને જોતા સ્પષ્ટ થાય છે કે ભારતીય ખેલાડીઓ માટે 2026નું વર્ષ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ માટે ખેલાડીઓના વર્કલોડનું સંચાલન સૌથી મોટો પડકાર બનશે. સાથે જ યુવા ખેલાડીઓને તક આપીને આગામી ICC ટૂર્નામેન્ટ્સ માટે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાની પણ આ એક મોટી તક સાબિત થઈ શકે છે.
India’s schedule till the next IPL:
– 10 Tests.
– 20 ODIs.
– 23 T20is. pic.twitter.com/2xmzN0gqaT
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2026

