LATEST

પુરુષ ક્રિકેટમાં મહિલાની ધમાકેદાર એન્ટ્રી

IPL 2026ની વચ્ચે England and Wales Cricket Board (ECB)એ ક્રિકેટ જગતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બોર્ડે ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર Sarah Taylorને પુરુષ સિનિયર ક્રિકેટ ટીમના ફીલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ નિર્ણયને મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે પુરુષ ટીમ સાથે મહિલા કોચની નિમણૂક બહુ ઓછા પ્રસંગોએ જોવા મળે છે.

36 વર્ષીય સારા ટેલર ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટના ઇતિહાસની સૌથી સફળ વિકેટકીપર-બેટરોમાંની એક માનવામાં આવે છે. તેણે પોતાના કારકિર્દીમાં કુલ 226 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિકેટકીપિંગ અને ફીલ્ડિંગમાં તેની કુશળતા વિશ્વભરમાં પ્રશંસિત રહી છે.

સારા ટેલર અગાઉ Andrew Flintoffની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ સાથે પણ કામ કરી ચૂકી છે. ઉપરાંત તે સસેક્સની પુરુષ ટીમ અને Manchester Originals સાથે પણ કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂક્યા છે. તેના કામથી પ્રભાવિત થઈ ECBએ હવે તેમને સિનિયર ટીમ સાથે જોડવાનો નિર્ણય લીધો છે.

સારા ટેલર હાલ માટે ટૂંકા ગાળાના કરાર હેઠળ ટીમ સાથે જોડાશે. તે હાલમાં Carl Hopkinsonનું સ્થાન લેશે, જે હાલમાં Mumbai Indians સાથે IPL 2026માં જોડાયેલા છે.

ઇંગ્લેન્ડ અને New Zealand વચ્ચે 4 જૂનથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝથી સારા ટેલર પોતાના નવા કાર્યકાળની શરૂઆત કરશે. ECBના ક્રિકેટ ડિરેક્ટરે તેના કાર્યથી પ્રભાવિત થવાની વાત કહી હતી. જો ઇંગ્લેન્ડ ટીમની ફીલ્ડિંગમાં સકારાત્મક બદલાવ જોવા મળશે તો ભવિષ્યમાં તેનો કાર્યકાળ વધુ લાંબો થઈ શકે છે.

Exit mobile version