
રવિચંદ્રન અશ્વિને ભારત માટે 78 ટેસ્ટ મેચોમાં 24.69ની સરેરાશથી 409 વિકેટ ઝડપી છે…
ઇએસપીએન-ક્રિકઇન્ફોને આપેલા નિવેદનમાં સંજય માંજરેકરે રવિચંદ્રન અશ્વિનને મહાન બોલર માનવાની ના પાડી દીધી હતી. તેણે સ્વીકાર્યું હતું કે વિદેશમાં અશ્વિનનું પ્રદર્શન સારું નથી, જેના કારણે તે અશ્વિનને મહાન બોલર માનતો નથી.
સંજય માંજરેકરે ઇએસપીએન-ક્રિકઇન્ફોના શો ‘રન ઓર્ડર’માં કહ્યું હતું,’ જ્યારે લોકો અશ્વિનને સર્વાધિક મહાન બોલર કહે છે ત્યારે મને થોડી તકલીફ થાય છે. અશ્વિન સાથે સમસ્યા એ છે કે તેણે એક વખત પણ સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેંડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં પાંચ વિકેટ લીધી નથી.
જ્યારે તમે ભારતીય પીચો પર તેની પ્રબળ પ્રદર્શનને જુઓ, ત્યારે જાડેજાએ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સમાન વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી સિરીઝમાં, પટેલે છેલ્લી 3 મેચોમાં તેના કરતા વધારે વિકેટ લીધી છે. એટલા માટે જ મને અશ્વિનને તમામ સમયના મહાન બોલરોમાં સામેલ કરવામાં સમસ્યા છે.
સંજય માંજરેકરના આ નિવેદન બાદ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ રહી છે. જો કે સંજય માંજરેકર તેમના નિવેદનની સાથે ઉભા છે અને ફરી એક વાર ટ્વીટ કરીને તેમના નિવેદનમાં સંમત થયા છે.
રવિચંદ્રન અશ્વિને ભારત માટે 78 ટેસ્ટ મેચોમાં 24.69ની સરેરાશથી 409 વિકેટ ઝડપી છે. તેના આંકડા ચોક્કસપણે તેને એક મહાન ટેસ્ટ બોલર બનાવે છે, પરંતુ સંજય માંજરેકર તેને મહાન માનવાનો ઇનકાર કરે છે.
સંજય માંજરેકરે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘ઓલ-ટાઇમ ગ્રેટ’ એ ક્રિકેટરને અપાયેલી સર્વોચ્ચ પ્રશંસા અને સ્વીકૃતિ છે. ડોન બ્રેડમેન, સોબર્સ, ગાવસ્કર, તેંડુલકર, વિરાટ વગેરે જેવા ક્રિકેટરો મારા પુસ્તકમાં સર્વકાળ મહાન છે. આદર સાથે, અશ્વિન હજી સુધીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી નથી’.
‘All- time great’ is the highest praise & acknowledgement given to a cricketer. Cricketers like Don Bradman, Sobers, Gavaskar, Tendulkar, Virat etc are all time greats in my book. With due respect, Ashwin not quite there as an all-time great yet.
#AllTimeGreatExplained
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) June 6, 2021


