LATEST

PSL બાદ PCB પર આર્થિક સંકટના કાળા વાદળ છાયા

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 પૂર્ણ થતાં જ Pakistan Cricket Board (PCB) માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. 3 મેના રોજ રમાયેલા ફાઇનલમાં બાબર આઝમની કપ્તાની હેઠળ Peshawar Zalmiએ Hyderabad Kingsmenને હરાવી ખિતાબ જીત્યો હતો. પરંતુ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા પછી હવે PCB પર કરોડો પાકિસ્તાની રૂપિયાના બાકી ચૂકવણાંનો ભાર આવી પડ્યો છે.

માહિતી અનુસાર PCBએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે વસૂલાત અભિયાન શરૂ કર્યું છે. બોર્ડે કેટલીક ડિફોલ્ટર ફ્રેન્ચાઇઝીઓને નોટિસ મોકલી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકી વાર્ષિક ફી સમયસર ચૂકવવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જોકે કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ બાકી રકમ ચૂકવી દીધી છે, પરંતુ તેમણે PCB પાસે સેન્ટ્રલ રેવેન્યુ પૂલમાંથી પોતાના હિસ્સાની માંગ પણ કરી છે, જે વર્ષોથી બાકી હોવાનું કહેવાય છે.

Cricket Addictor ના લેખ અનુસાર PSLની 10મી સિઝનનું લગભગ 96 કરોડ પાકિસ્તાની રૂપિયાનું પેમેન્ટ હજુ અટવાયેલું છે. PCBનું કહેવું છે કે જ્યાં સુધી તમામ પક્ષો પોતાની આર્થિક જવાબદારીઓ પૂર્ણ નહીં કરે, ત્યાં સુધી કોઈ પણ ફંડ રિલીઝ કરવામાં આવશે નહીં.

PCB માટે મુશ્કેલી અહીં પૂરતી નથી. સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સ તરફથી પણ ચૂકવણીઓ અટવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. વધુમાં PSL 11ના મીડિયા રાઇટ્સને લઈને પણ વિવાદ ઉભો થયો છે. કહેવાય છે કે PCBએ જે કંપનીને રાઇટ્સ આપ્યા હતા, તેણે ફરી એક ડિફોલ્ટર કંપનીને સબ-લાઇસન્સ આપ્યા છે.

આ સમગ્ર વિવાદ બાદ હવે PSLના ભવિષ્ય અને PCBની નાણાકીય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Exit mobile version