LATEST

બીસીસીઆઈએ અમિરાત બોર્ડ સાથે ક્રિકેટ સંબંધોના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી આવૃત્તિ યુએઈમાં દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં યોજાઇ રહી છે…

 

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ શનિવારે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોને પ્રોત્સાહિત કરવા સમજૂતી પત્ર (એમઓયુ) અને હોસ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. શાહે ટ્વિટર પર લખ્યું કે, “અમારા દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે મેં અમીરાત ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ ખાલીદ અલ ઝારોની સાથે બીસીસીઆઈ અને ઇસીબી વતી સમજૂતી અને હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા.”

આ પ્રસંગે શાહ સાથે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ટ્રેઝરર અરૂણ ધૂમલ પણ હાજર હતા. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિ યુએઈમાં દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં યોજાઇ રહી છે.

Exit mobile version