ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માત્ર વિશ્વનું સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ જ નથી, પરંતુ પોતાના ભૂતપૂર્વ ક્રિકેટરોની આર્થિક સુરક્ષા માટે પણ અનોખી વ્યવસ્થા ધરાવે છે. વિશ્વના ઘણા મોટા ક્રિકેટ બોર્ડમાં આવી કોઈ નિયમિત પેન્શન યોજના નથી, જ્યારે BCCI વર્ષોથી નિવૃત્ત ખેલાડીઓને માસિક પેન્શન આપીને તેની સેવાઓનું સન્માન કરે છે.
મળતી માહિતી મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પાસે નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે BCCI જેવી નિયમિત પેન્શન યોજના ઉપલબ્ધ નથી. બીજી તરફ BCCI પોતાના પૂર્વ ખેલાડીઓને સરેરાશ રૂ. 58,750 પ્રતિ માસ જેટલી પેન્શન આપે છે, જે વિશ્વ ક્રિકેટમાં એક અનોખી પહેલ માનવામાં આવે છે.
હાલની પેન્શન વ્યવસ્થા અનુસાર, પૂર્વ ટેસ્ટ ક્રિકેટરોને દર મહિને રૂ. 60,000 અને સિનિયર ટેસ્ટ ક્રિકેટરોને રૂ. 70,000 સુધીની પેન્શન આપવામાં આવે છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટરોને તેના અનુભવના આધારે રૂ. 30,000થી રૂ. 45,000 પ્રતિ માસ મળે છે. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને રૂ. 52,500 અને મહિલા ડોમેસ્ટિક ક્રિકેટરોને રૂ. 45,000 પ્રતિ માસની પેન્શન આપવામાં આવે છે.
આ યોજના માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પૂરતી મર્યાદિત નથી. ભારતના અનેક સ્થાનિક ક્રિકેટરોને પણ તેનો લાભ મળે છે, જેના કારણે લાંબા સમય સુધી રમતને સેવા આપનારા ખેલાડીઓને નિવૃત્તિ બાદ આર્થિક મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે.
ખાસ વાત એ છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) પણ રાજ્ય સ્તરે સૌથી મોટી કલ્યાણકારી યોજનાઓમાંથી એક ચલાવે છે. એસોસિએશન આશરે 150 પૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટરોને નિયમિત પેન્શન આપીને તેના યોગદાનનું સન્માન કરે છે.
ક્રિકેટ જગતમાં BCCIની આ પહેલને ખેલાડીઓના કલ્યાણ માટે એક આદર્શ મોડલ તરીકે જોવામાં આવે છે. નિવૃત્તિ બાદ પણ ખેલાડીઓની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની આ વ્યવસ્થા અન્ય ક્રિકેટ બોર્ડ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯
– Cricket Australia: No pension system
– England Cricket: No pension system
BCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.
Current BCCI pension structure:
– Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr
— Sam (@cricsam02) August 3, 2026
