LATEST

બુમરાહ બહાર, રોહિત-કોહલીની એન્ટ્રી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી એકમાત્ર ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. બંને ફોર્મેટમાં ટીમની કમાન યુવા બેટર Shubman Gillને સોંપવામાં આવી છે. અનુભવી ખેલાડીઓ Virat Kohli અને Rohit Sharmaને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સ્ટાર પેસર Jasprit Bumrah આ સિરીઝમાં રમશે નહીં. રોહિત શર્મા અને Hardik Pandyaની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

ટેસ્ટ ટીમમાં KL Rahulને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. સાથે જ Yashasvi Jaiswal, Rishabh Pant, Sai Sudharsan અને Washington Sundar જેવા ખેલાડીઓને પણ તક મળી છે. યુવા ખેલાડીઓ ગુરનૂર બરાર, હર્ષ દુબે અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ ટીમનો ભાગ બન્યા છે.

વનડે ટીમમાં Ishan Kishanની લાંબા સમય બાદ વાપસી થઈ છે. શ્રેયસ અય્યરને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે, જ્યારે અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને પ્રિન્સ યાદવને પણ તક આપવામાં આવી છે.

IPL 2026નો ફાઇનલ 31 મેના રોજ રમાશે, ત્યારબાદ 6 જૂનથી ભારત-અફઘાનિસ્તાન સિરીઝની શરૂઆત થશે. એકમાત્ર ટેસ્ટ મેચ ન્યૂ ચંડીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ 14, 17 અને 20 જૂને અનુક્રમે ધર્મશાળા, લખનૌ અને ચેન્નઈમાં વનડે મેચો યોજાશે.

Exit mobile version