LATEST

CSKમાં થયો ‘પાવરહિટર’નો પ્રવેશ

IPL 2026 દરમિયાન Chennai Super Kingsએ પોતાની ટીમમાં મોટો ફેરફાર કરતા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર Jamie Overtonના સ્થાને દક્ષિણ આફ્રિકાના યુવા બેટિંગ ઓલરાઉન્ડર Dian Forresterને સામેલ કર્યો છે. જાંઘની ઇજાના કારણે ઓવરટન ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ CSKએ ફોરેસ્ટર પર 75 લાખ રૂપિયાનું દાવ રમ્યો છે.

25 વર્ષીય ડિયાન ફોરેસ્ટર દક્ષિણ આફ્રિકાના પ્રતિભાશાળી ઓલરાઉન્ડરોમાં ગણાય છે. તેણે માર્ચ 2026માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ફોરેસ્ટર આક્રમક બેટિંગ માટે ઓળખાય છે અને સાથે મધ્યમ ગતિની બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

ફોરેસ્ટર અગાઉ SA20 લીગમાં Joburg Super Kings માટે રમ્યો હતો. ગયા સીઝનમાં તેણે 8 ઇનિંગ્સમાં 175 રન બનાવી પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. CSK મેનેજમેન્ટ તેના પ્રદર્શનથી પહેલાથી જ પ્રભાવિત હતું, કારણ કે તે ટીમની ફ્રેન્ચાઇઝી માટે પણ શાનદાર રમત બતાવી ચૂક્યો છે.

આ ઉપરાંત ડિયાન ફોરેસ્ટર પાકિસ્તાન સુપર લીગ 2026માં પણ રમ્યો હતો, જ્યાં તેણે રાવલપિંડી તરફથી રમતાં 6 મેચમાં 132 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સરેરાશ 44 રહ્યો હતો, જ્યારે તેણે નીચલા ક્રમે આવી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં પણ તેણે 5 ઇનિંગ્સમાં 2 વિકેટ ઝડપી હતી.

ટી20 ક્રિકેટમાં ફોરેસ્ટરના આંકડા પણ પ્રભાવશાળી રહ્યા છે. તેણે 33 ટી20 ઇનિંગ્સમાં 140થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 681 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. જ્યારે બોલિંગમાં તેણે 11 વિકેટ ઝડપી છે. હવે જોવાનું રહેશે કે Ruturaj Gaikwad તેની પ્રતિભાનો CSK માટે કેટલો અસરકારક ઉપયોગ કરી શકે છે.

Exit mobile version