LATEST

ધોની બાદ હવે ઓવર્ટન પણ ટીમથી દૂર

CSK માટે IPL 2026 દરમિયાન વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર Jamie Overtonજમણી જાંઘ (Right Thigh)માં ઈજા થવાના કારણે સારવાર અને વધુ તપાસ માટે યુકે પરત ફરી રહ્યા છે. ફ્રેન્ચાઇઝીએ 13 મેના રોજ સોશિયલ મીડિયા મારફતે આ માહિતી આપી હતી.

હાલમાં CSK તરફથી સત્તાવાર રીતે એવું જાહેર કરવામાં આવ્યું નથી કે ઓવર્ટન આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ તેમને વધુ તપાસ અને મેનેજમેન્ટ માટે વતન મોકલવામાં આવ્યા છે.

ખાસ વાત એ છે કે ઓવર્ટને CSKની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.Lucknow Super Giantsસામે રમાયેલી મેચમાં તેણે 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને ટીમને મેચમાં વાપસી કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શન બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ મળ્યો હતો.

આ IPL સિઝનમાં ઓવર્ટને અત્યાર સુધી 10 મેચમાં 14 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ 17.78 અને ઇકોનોમી 8.89 રહી છે. બેટિંગમાં પણ તેણે 136 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 158.13 રહ્યો છે.

CSK માટે આ સિઝન ઈજાઓથી ભરેલી રહી છે. અગાઉ પણ ટીમના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ટીમે તાજેતરમાં ને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો.હવે ઓવર્ટનની ગેરહાજરીમાં ટીમને પોતાની કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડી શકે છે. અહેવાલો મુજબ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ને પ્લેઇંગ ઈલેવનમાં તક મળી શકે છે.

બીજી તરફ CSKના સૌથી અનુભવી ખેલાડીMS Dhoni હજુ સુધી આ સિઝનની એકપણ મેચમાં રમ્યા નથી અને લખનૌ સામેની આગામી મેચ માટે તેઓ ટીમ સાથે પ્રવાસમાં પણ સામેલ નથી.હાલમાં CSK 11 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે અને ટીમનું પ્લેઓફનું ભવિષ્ય હજુ પણ તેમના પોતાના હાથમાં છે.

Exit mobile version