ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ હેમ્પશાયરમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. ‘ડેઈલી ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ, હેમ્પશાયરના ભૂતપૂર્વ ચેરમેન રોડ બ્રાન્સગ્રોવ કાઉન્ટી ટીમને દિલ્હી કેપિટલ્સના સહ-માલિક જીએમઆર જૂથને વેચવા માટે કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના બહુમતી શેરના માલિકો ઈન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ્સ ટીમના સહ-માલિકને તેમનો હિસ્સો વેચવા માટે વધુ વાતચીત કરી રહ્યા છે.’ જો આમ થશે તો હેમ્પશાયર પ્રથમ કાઉન્ટી ટીમ હશે જેનો માલિક વિદેશી હશે.
ઈંગ્લેન્ડમાં ‘ધ હન્ડ્રેડ’ની વધતી જતી લોકપ્રિયતાથી જીએમઆરને ફાયદો થશે અને આ ટીમ તેના ખેલાડીઓને તૈયાર કરી શકશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ધ હન્ડ્રેડની કેટલીક ટીમોમાં 50 ટકા હિસ્સો વેચવા પર વિચાર કરી રહ્યું છે.
Delhi Capitals co-owners GMR Group in talks to buy a stake in the Hampshire County Cricket Club. (Telegraph). pic.twitter.com/uwGJoNomZO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2024