ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા Sachin Tendulkar સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ ઘણીવાર રસપ્રદ વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે. હવે સચિને એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ પણ બાળકોની ક્રિએટિવિટી અને દેશી જુગાડના વખાણ કરી રહ્યા છે.
સચિન દ્વારા શેર કરાયેલા વીડિયોમાં કેટલાક બાળકો પોતાની રીતે તૈયાર કરેલી અનોખી ‘કાર’ ચલાવતા જોવા મળે છે. આ દેશી મોડલ જોઈ સચિન ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે વીડિયોની સાથે એક ખાસ સંદેશ પણ લખ્યો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સચિને પોસ્ટમાં લખ્યું,
“ભારતના અનેક છુપાયેલા ખૂણાઓમાંથી પસાર થતાં અમે એવી ‘કાર’ જોવા માટે અટક્યા, જે કોઈ શોરૂમમાંથી નહીં પરંતુ કલ્પનાશક્તિમાંથી જન્મી હતી. આ એવી પ્રતિભા છે, જે અનુકૂળ પરિસ્થિતિની રાહ નથી જોતી, પરંતુ કોઈ પણ રીતે આગળ વધવાનો રસ્તો શોધી લે છે. બસ તક મળવી જોઈએ.”
સચિનનો આ સંદેશ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે. ઘણા યુઝર્સે બાળકોની ટેલેન્ટ અને ઇનોવેશનની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે ભારતના ગામડાં અને નાના વિસ્તારોમાં આવી પ્રતિભાઓની કોઈ કમી નથી.
જો સચિન તેંડુલકરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2013 સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું હતું. સચિને પોતાના કરિયરમાં 200 ટેસ્ટ, 463 વનડે અને 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સચિને 53.78ની સરેરાશથી 15,921 રન બનાવ્યા હતા, જેમાં 51 સદી અને 68 અડધી સદી સામેલ છે. જ્યારે વનડે ક્રિકેટમાં તેમણે 18,426 રન બનાવ્યા હતા, જેમાં 49 સદી અને 96 અડધી સદીનો સમાવેશ થાય છે.
IPLમાં પણ સચિનનું યોગદાન ખાસ રહ્યું હતું. તેમણે 2008થી 2013 દરમિયાન 78 IPL મેચોમાં 2,334 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 13 અડધી સદી નોંધાઈ હતી।
Driving through one of the many hidden corners of India, we stopped to check out a ‘car’ that didn’t come from a showroom, but from sheer imagination.
This is the kind of talent that doesn’t wait for perfect conditions, it finds a way to roll anyway. Bas mauka milna chahiye! pic.twitter.com/6QMlnwvyzx
— Sachin Tendulkar (@sachin_rt) May 11, 2026

