ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને હૉબર્ટ હરિકેન્સ સાથે રમી ચૂકેલા આરોન સમર્સને સગીરા સાથે જાતીય દુર્વ્યવહાર અને ગ્રૂમિંગના કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. 30 વર્ષીય સમર્સે તાસ્માનિયાની એક અદાલતમાં 15 વર્ષની સગીરા સાથે સંબંધિત બે ગંભીર જાતીય શોષણના આરોપો અને સગીરાને અશ્લીલ સામગ્રી બતાવવાના ઇરાદે ગ્રૂમિંગના એક આરોપમાં દોષી કબૂલાત કરી હતી.
કોર્ટના જણાવ્યા અનુસાર, 2017માં હોબર્ટ હરિકેન્સની એક મેચ દરમિયાન સમર્સની મુલાકાત 15 વર્ષની યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત શરૂ થઈ હતી. જાન્યુઆરી 2018માં સમર્સે યુવતીને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત 2018થી 2021 દરમિયાન તેણે યુવતી સાથે સોશિયલ મીડિયા પર અયોગ્ય અને જાતીય સંદેશાઓ પણ કર્યા હતા.
કોર્ટમાં એ પણ સામે આવ્યું કે સમર્સ અગાઉ નોર્ધર્ન ટેરિટરીમાં સગીરો સાથે સંબંધિત અન્ય ગંભીર કેસોમાં દોષી ઠર્યો હતો. 2021માં તેને સગીરોને ગ્રૂમિંગ કરવા અને ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ રાખવાના કેસમાં 3 વર્ષ 11 મહિનાની જેલની સજા થઈ હતી. પોતાની સજા પૂર્ણ કર્યા બાદ તેને તાસ્માનિયાના કેસમાં કાર્યવાહી માટે ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
હોબર્ટ સુપ્રીમ કોર્ટના જજ હેલેન વૂડે જણાવ્યું કે રમતગમત સાથે જોડાયેલા લોકોનો યુવાનો પર ખાસ પ્રભાવ હોય છે અને સમર્સે પોતાની રમતવીર તરીકેની ઓળખનો દુરુપયોગ કર્યો હતો. અદાલતે બે જાતીય શોષણના ગુનાઓ માટે બે વર્ષની જેલની સજા ફટકારી, જ્યારે ગ્રૂમિંગના આરોપમાં વધારાની છ મહિનાની સજા આપવામાં આવી. તેની સજા જૂન 2026થી ગણવામાં આવશે.
આ કેસે રમતગમત ક્ષેત્રમાં સગીરોની સુરક્ષા અને ખેલાડીઓની જવાબદારી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
BBL और PSL में खेल चुके ऑस्ट्रेलियाई खिलाड़ी को नाबालिग फैन के यौन शोषण के मामले में 10 महीने की जेलhttps://t.co/2f3u7cEbKd
— India TV (@indiatvnews) August 12, 2026

