LATEST

છેતરપિંડી! વર્લ્ડ કપ 24 પહેલા PAKના આ ખેલાડી પર લાગ્યો 5 વર્ષનો પ્રતિબંધ

pic- saw stats

આ વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થવાનું છે, જેના માટે તમામ ખેલાડીઓ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં બેટથી ધૂમ મચાવનાર ઉસ્માન ખાન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તેની સામે ECB એટલે કે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ વિકેટકીપર બેટ્સમેન આગામી 5 વર્ષ સુધી એટલે કે 2029 સુધી UAEમાં આયોજિત ILT20, અબુ ધાબી T10માં ભાગ લઈ શકશે નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ECB સાથે છેતરપિંડી કરવા બદલ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ ખેલાડીને પાકિસ્તાનમાં તક ન મળી તો તે UAE તરફ વળ્યો, જેમાં ECBએ ઉસ્માનને સપોર્ટ કર્યો. તેઓ ત્યાંની નાગરિકતા લઈને રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને UAEની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ અને T10માં તક આપવામાં આવી હતી.

ઉસ્માન ખાને પાકિસ્તાન સુપર લીગ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મુલતાન સુલ્તાન તરફથી વિદેશી ખેલાડી તરીકે રમ્યો હતો. આખી ટુર્નામેન્ટમાં તેણે 11 મેચમાં 430 રન બનાવ્યા હતા. જેમાં બેક ટુ બેક 2 સદી પણ સામેલ હતી. આ પ્રદર્શન જોઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ટીમના ટ્રેનિંગ કેમ્પમાં આવવાની ઓફર કરી હતી, જે ખેલાડીએ સ્વીકારી લીધી હતી. આનાથી ECB નારાજ થઈ અને તેણે ખેલાડી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો.

ઈસીબીએ ઉસ્માન ખાનને કરાર તોડવા બદલ દોષિત જાહેર કર્યો હતો. તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઉસ્માન અમીરાત ક્રિકેટ બોર્ડ પ્રત્યેની તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતો જણાયો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષનો પ્રતિબંધ ઉસ્માન માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી, કારણ કે તે UAEની ટીમ માટે રમવા માટે ક્વોલિફાય થવાના માર્ગ પર હતો.

Exit mobile version