બોલિવૂડના સુપરસ્ટાર અને નાઇટ રાઇડર્સ ગ્રુપના સહ-માલિક શાહરૂખ ખાને અમેરિકાના કેલિફોર્નિયાના પોમોના શહેરમાં નવા નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સ્ટેડિયમ માત્ર મેજર લીગ ક્રિકેટ (MLC) માટે જ નહીં, પરંતુ અમેરિકામાં ક્રિકેટના વિકાસ માટે પણ ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
આ નવું મેદાન હવે લોસ એન્જલસ નાઇટ રાઇડર્સ (LAKR)નું હોમ ગ્રાઉન્ડ બનશે. MLC 2026 દરમિયાન અહીં અનેક મહત્વપૂર્ણ મેચો રમાશે. સ્ટેડિયમનો પ્રથમ તબક્કો લગભગ 5,000 દર્શકોની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જેને આગામી વર્ષોમાં વધારીને 15,000 સુધી લઈ જવાની યોજના છે જેથી 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ દરમિયાન ક્રિકેટ સ્પર્ધાઓનું સફળ આયોજન થઈ શકે.
ઉદ્ઘાટન પ્રસંગે શાહરૂખ ખાને જણાવ્યું કે આ માત્ર એક ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, પરંતુ પરિવારો, ક્રિકેટપ્રેમીઓ અને આગામી પેઢીના ખેલાડીઓ માટે યાદગાર ક્ષણો સર્જવાનું સ્થાન છે. તેણે કહ્યું કે તેનું સપનું હતું કે અમેરિકામાં ક્રિકેટને નવી ઓળખ મળે અને આ સ્ટેડિયમ તે દિશામાં મોટું પગલું સાબિત થશે.
નાઇટ રાઇડર્સ ગ્રુપ પહેલેથી જ ભારત, કેરેબિયન અને યુએઈમાં પોતાની ક્રિકેટ ટીમો ચલાવે છે. હવે અમેરિકામાં પોતાનું આધુનિક સ્ટેડિયમ શરૂ કરીને ગ્રુપે વૈશ્વિક ક્રિકેટમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. આ મેદાન નાઇટ રાઇડર્સ ગ્રુપ દ્વારા શરૂઆતથી વિકસાવવામાં આવેલું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ પણ છે.
ક્રિકેટ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં 128 વર્ષ બાદ ફરી સામેલ થવાનું છે. આવી સ્થિતિમાં આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન માત્ર નાઇટ રાઇડર્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાના પ્રયાસોને પણ આ પ્રોજેક્ટથી નવી ગતિ મળશે.
What started as a dream… turns into reality today.
Welcoming you all to the Knight Riders Cricket Ground, LA.
A place built not just for sports but also entertainment and for families… and memories that last forever.
Special thanks to Jaybhai who has been too kind through… pic.twitter.com/5WEBSEHyOh
— Shah Rukh Khan (@iamsrk) July 1, 2026

