LATEST

શું હાર્દિક પંડયા હવે નથી રહ્યા?

pic credit-times now

રાયપુરના શહીદ વિર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને છેલ્લી બોલ સુધી ચાલેલી જંગમાં 2 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મેચ બાદ સૌથી વધુ ચર્ચા મેચના પરિણામની નહીં, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન Hardik Pandya ને લઈને શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે હાર્દિક પંડ્યાએ Instagram પર મુંબઈ ઇન્ડિયન્સના ઓફિશિયલ એકાઉન્ટને અનફોલો કરી દીધું હતું. આ ઘટનાના સ્ક્રીનશોટ્સ પણ ઝડપથી વાયરલ થયા હતા, જેના કારણે MIના ડ્રેસિંગ રૂમમાં બધું ઠીક નથી ચાલતું એવી અટકળો વધુ તેજ બની ગઈ.

રિપોર્ટ્સ મુજબ, એક સમયે હાર્દિકની Instagram ફોલોઇંગ લિસ્ટ 151થી ઘટીને 150 થઈ ગઈ હતી અને તે સમયે મુંબઈ ઇન્ડિયન્સનું એકાઉન્ટ તેની ફોલોઇંગમાં દેખાતું નહોતું. જોકે, થોડા સમય બાદ ફરીથી તેની ફોલોઇંગ 151 થઈ ગઈ, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિકે ફરીથી MIને ફોલો કરી લીધું.

પરંતુ આ સમગ્ર મામલામાં વધુ ચર્ચાનો વિષય એ બન્યો કે હાર્દિકે ભારતીય T20 ટીમના કેપ્ટન Suryakumar Yadav અને મુંબઈ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન Tilak Varma ને પણ અનફોલો કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ પછી સોશિયલ મીડિયા પર MIના ડ્રેસિંગ રૂમમાં આંતરિક મતભેદોની અટકળો વધુ મજબૂત બની છે. લાંબા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હાર્દિક અને ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચે સંબંધ સામાન્ય નથી.

RCB સામેની મહત્વપૂર્ણ મેચમાં પણ હાર્દિક પંડ્યા રમતા જોવા મળ્યા નહોતા. જોકે, તે ટીમ સાથે જોડાયેલા હતા, તેમ છતાં મેચ દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં દેખાયા નહોતા, જેને કારણે ચાહકો વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે.

બીજી તરફ, આ હાર સાથે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સત્તાવાર રીતે IPL 2026ની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. આખા સીઝનમાં ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. ટીમના નિયમિત તેમજ કાર્યકારી કેપ્ટનોનું પ્રદર્શન પણ અપેક્ષા મુજબ રહ્યું નહોતું.

પૂર્વ કેપ્ટન Rohit Sharma એ કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તેને ઘણી મહત્વપૂર્ણ મેચોમાંથી બહાર રહેવું પડ્યું, જે મુંબઈ ઇન્ડિયન્સના નબળા પ્રદર્શનનું એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version