ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી ઘરેલુ સીઝન માટે વ્યસ્ત અને ઐતિહાસિક શેડ્યૂલ જાહેર કર્યું છે. આ શેડ્યૂલની સૌથી ખાસ વાત એ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત જિમ્બાબ્વે મહિલા ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ રમશે. મહિલા ક્રિકેટના વિકાસ તરફ BCCIનું આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
BCCI દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ઓક્ટોબર 2026માં જિમ્બાબ્વે મહિલા ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે કુલ 6 વ્હાઇટ-બોલ મેચો રમાશે, જેમાં 3 T20 ઈન્ટરનેશનલ અને 3 વન-ડે મુકાબલાનો સમાવેશ થાય છે. ત્રણેય T20 મુકાબલા રાયપુરમાં 16, 18 અને 20 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે રમાશે. ત્યારબાદ વડોદરામાં 23, 25 અને 28 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે ત્રણ ODI મેચો યોજાશે.
આ ઉપરાંત BCCIએ ઇન્ડિયા-A અને U-19 ટીમો માટે પણ વ્યસ્ત શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારત A પુરુષ ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા A સામે બે ચાર દિવસીય મેચ અને ત્રણ ODI રમશે. બીજી તરફ ઇન્ડિયા-A મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા A અને ઇંગ્લેન્ડ A સામે મલ્ટી-ફોર્મેટ સિરીઝ રમશે.
યુવા ક્રિકેટને મજબૂત બનાવવા માટે ભારતની U-19 ટીમો માટે પણ ખાસ આયોજન કરાયું છે. ભારતીય U-19 પુરુષ ટીમ ઓસ્ટ્રેલિયા U-19 સામે રાજકોટ અને અમદાવાદમાં મેચ રમશે, જ્યારે ભારતીય U-19 મહિલા ટીમ શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે વ્હાઇટ-બોલ સિરીઝમાં ભાગ લેશે.
કુલ મળીને BCCIનું આ શેડ્યૂલ ભારતીય ક્રિકેટના ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. ખાસ કરીને ભારત અને જિમ્બાબ્વે મહિલા ટીમ વચ્ચેની પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ મહિલા ક્રિકેટ ચાહકો માટે નવી ઉત્સુકતા અને રોમાંચ લઈને આવશે.
A 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝗶𝗰 𝗰𝗼𝗻𝘁𝗲𝘀𝘁 beckons 👏
Presenting the schedule for the first-ever women’s bilateral series between Zimbabwe and #TeamIndia, comprising 3️⃣ T20Is and 3️⃣ ODIs 🗓️#INDvZIM pic.twitter.com/xkrXgtbhWf
— BCCI Women (@BCCIWomen) May 7, 2026
