LATEST

હાર્દિકનો સંકેત – ટીમમાં મોટા ફેરફાર શક્ય

photo credit : NDTV sport

Hardik Pandyaએ IPL 2026માં Mumbai Indiansની સતત ચોથી હાર પછી કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી. “Back to the drawing board”, “individuals”, “difficult calls” અને “ownership” જેવા શબ્દોનો ઉપયોગ કરીને પાંડ્યાએ નિરાશા વ્યક્ત કરી. તેમના આ નિવેદનથી ચર્ચા શરૂ થઈ છે કે તેઓ કયા ખેલાડીઓ કે પરિસ્થિતિઓ તરફ સંકેત કરી રહ્યા છે.

તેમણે કહ્યું:
“અમને ખરેખર વિચારવું પડશે કે શું અમને કેટલાક કઠિન નિર્ણય લેવા પડશે કે પછી અમે એમ જ ચાલુ રાખીને આશા રાખવી કે પરિસ્થિતિ બદલાશે. આ કઠિન પ્રશ્નો છે અને તેનો જવાબ અમારે આપવો જ પડશે. જવાબદારી લેવી પડશે.”

મુંબઈ ઇન્ડિયન્સને Punjab Kings સામે સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે, જે ટીમ માટે તાજેતરમાં મુશ્કેલી બની છે.

બેટિંગમાં, Suryakumar Yadavએ એક હાફ સેન્ટુરી બનાવી, પરંતુ બાકીના ચાર મેચોમાં તેમના સ્કોર 16, 6, 33 અને 0 રહ્યા છે (તાજેતરમાં ગોલ્ડન ડક). Tilak Varmaએ પાંચ મેચમાં માત્ર 43 રન બનાવ્યા છે (20, 0, 14, 1 અને 8). બીજી તરફ, Jasprit Bumrah આ સિઝનમાં હજુ સુધી એકપણ વિકેટ લઈ શક્યા નથી.

પાંડ્યાએ આગળ કહ્યું:
“ખરેખર કહું તો, હાલ મારા પાસે કહેવા માટે બહુ નથી. અમારે પાછા જઈને સમજવું પડશે કે ખામી ક્યાં છે — વ્યક્તિગત સ્તરે, ટીમ તરીકે કે પ્લાનિંગમાં. અમે તે શોધીશું અને આગળ શું કરવું તે નક્કી કરીશું.”

તેમણે સ્વીકાર્યું કે વિરોધી ટીમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું:
“તેઓએ અમને દરેક રીતે પાછળ મૂકી દીધા — બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગમાં — અને એ જ કારણથી અમે મેચ હારી ગયા.”

હાલમાં મુંબઈ ઇન્ડિયન્સે પાંચ મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે, જ્યાં તેઓ ફક્ત Kolkata Knight Ridersથી આગળ છે.

મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ Mahela Jayawardeneએ વધુ સંતુલિત પ્રતિસાદ આપ્યો. તેમણે કહ્યું:
“અમને કેટલીક બાબતોમાં સારી શરૂઆત મળી રહી છે, પરંતુ ખાસ કરીને બોલિંગમાં અમે અસરકારક બની શકતા નથી. વિરોધી ટીમ પર દબાણ બનાવવા અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ, અને આ બાબત પર અમારે વધુ મહેનત કરવાની જરૂર છે.”

તેમણે હાર્દિક પાંડ્યાને જવાબદાર ઠેરવવાનું નકાર્યું અને કહ્યું કે આ સંપૂર્ણ ટીમની જવાબદારી છે:
“આ ફક્ત હાર્દિક પર નથી — ટીમ, મેનેજમેન્ટ અને હું પોતે — બધા જવાબદાર છીએ. અમારે સમજવું પડશે કે શું સુધારવું અને કેવી રીતે આગળ વધવું.”

તેમણે ઉમેર્યું:
“અમે ખરાબ ક્રિકેટ નથી રમી રહ્યા, પરંતુ અન્ય ટીમો વધુ ક્લિનિકલ રહી છે. હવે બહારની મેચો અમારે માટે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે અને અમારે ત્યાં સારું પ્રદર્શન કરવું પડશે.”

Exit mobile version